જૂનાગઢ: માવઠાના કારણે ગિરનાર લીલી પરિક્રમાના પદયાત્રીઓની હાલત કફોડી બની, તંત્ર સામે ઉઠ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-11-26 17:39:27

ગિરનારની લીલી પરિક્રમા શરૂ થયાને  ચાર દિવસ વીતી ગયા છે. આ વખતે ભાવિકોનો વિક્રમજનક 13.26લાખ લોકોએ મુખ્ય પ્રવેશ દ્વાર ઈટવા ઘોડીથી પ્રવેશ મેળવ્યો છે. હવે આ દરમિયાન જુનાગઢમાં ગાજવીજ સાથે ધોમમાર કમોસમી વરસાદ અને કરાવર્ષા થતા લાખો શ્રધ્ધાળુઓ અટવાઈ ગયા છે. ભાવિક ભક્તોની હાલત એટલી કફોડી બની છે કે કેટલાક તો પરત ફરી રહ્યા છે. હવે આ સ્થિતીમાં જુનાગઢ વહીવટી તંત્રીની તૈયારીઓ પર સવાલ ઉઠ્યા છે. લોકોએ બેદરકાર જુનાગઢ વહીવતી તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો. તો આવી જ સ્થિતી ગિરનાર પર્વત પર ચઢનારા લોકોની થઈ છે. રોપ વે બંધ થતા લોકો નીચે ઉતરવું મુશ્કેલ બન્યું છે.  


પદયાત્રીઓ અટવાયા


લીલી પરિક્રમા અને ગિરનાર આવેલા આવેલા ભાવિકોમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. કેટલાક પરિક્રમાર્થીઓ અટવાયા હતા, તો કેટલાકે ગિરનારની તળેટીમાં વરસાદને મન ભરીને માણ્યો હતો. વરસાદને કારણે ગિરનાર અભયારણ્ય અને પરિક્રમા માર્ગ પર વરસાદને કારણે ભાવિકો માટે જંગલ વિસ્તારમાં ચાલવું ખૂબ મુશ્કેલ હતું. જંગલની માટી અને વરસાદી પાણીને કારણે જમીન એકદમ ચીકણી બની જતાં પ્રવાસીઓને ચાલતી વખતે લપસી જવાનો ડર ઉભો થયો હતો. અચાનક વરસાદને કારણે કેટલાક પરિક્રમાર્થીઓનો સામાન પણ વરસાદી પાણીમાં પલળી ગયો હતો. જો કે હાલ વરસાદને કારણે રોપ વે પણ બંધ હોવાથી ગુરૂ શિખર જવા માંગતા ભાવિકોમાં નિરાશા જોવા મળી હતી.


ગિરનાર યાત્રિકોની સ્થિતી કફોડી


ગિરનાર પર ભારે વરસાદથી હજારો યાત્રીઓ ફસાયા છે. અચાનક મોસમ એ લીધેલ બદલાવના કારણે યાત્રીકોને મુશ્કેલી પડી રહી છે. ગિરનાર પરિક્રમા કર્યા બાદ યાત્રિકો ગિરનાર ચડે છે. મુસાફરો વરસાદથી બચવા કોઈ સુવિધા ન હોવાથી મંદિરોમાં આશરો લઇ રહ્યા છે. ઠંડી સાથે વરસાદ યાત્રિકોની મજા બગાડી રહ્યો છે. ગિરનાર રોપ વે પણ બંધ હોવાથી યાત્રિકોને નીચે આવવામાં માં પણ તકલીફ પડી રહી છે. વૃદ્ધો અને નાના બાળકો પણ સાથે હોય યાત્રિકો ચિંતામાં મુકાયા છે. પોલીસ જવાન પણ રોપ વે ચાલુ ન હોવાથી ફરજ પર પહોંચી શક્યા નથી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?