Junagadh : ગટરના ઢાંકણાને કારણે ગયો આશાવાદી યુવાનનો જીવ! બરોબર લેવલિંગ ન કરાતા ઢાંકણા સાથે અથડાઈ બાઈક અને....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-18 10:37:12

અનેક વખત ભૂગર્ભ ગટરને લઈ તો કોઈ રસ્તાના સમારકામને લઈ ખાડા ખોદવામાં આવતા હોય છે. જે કામ માટે ખાડો ખોદવામાં આવતો હોય છે તે પૂર્ણ પણ થઈ જાય છે પરંતુ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલી નાની બેદરકારી કોઈનો જીવ લઈ શકે છે તેનું ઉદાહરણ જૂનાગઢથી સામે આવ્યું છે. શહેરના ઝાંઝરડા રોડ રસ્તાની નવીનીકરણ બાદ ગટરના ઢાંકણાનું લેવલ કરવામાં આવ્યું નહીં જેને કારણે એક બાઈકસવારને પોતાનો જીવ ગુમાવ્યો પડ્યો છે.  



મનપાની ભૂલને કારણે યુવકે ગુમાવ્યો જીવ!

અનેક વખત ખરાબ રસ્તો છે તેવી ફરિયાદ ઉઠતી હોય છે. રસ્તાનું સમારકામ થાય તેવી વાતો અનેક વખત કરવામાં આવતી હોય છે. અનેક વખત એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે રસ્તો થોડા સમય પહેલા જ બન્યો હોય અને તેની પર ખાડો ખોદવામાં આવતા હોય! રસ્તાના સમારકામને લઈ ખાડા ખોદવામાં આવતો હોય છે તો કોઈ વખત ભૂગર્ભ ગટરને લઈ. જે કામ માટે ખાડો ખોદવામાં આવતો હોય છે તે પૂર્ણ પણ થઈ જાય છે પરંતુ કામગીરી દરમિયાન તંત્ર દ્વારા રાખવામાં આવેલી બેદરકારી કોઈને જીવ લઈ શકે છે તેનું ઉદાહરણ સામે આવ્યું છે. અત્યાર સુધી આપણે રખડતાં ઢોરનાં કારણે લોકોને રસ્તા પર મરતા જોયા ,ખરાબ રસ્તાને કારણે અકસ્માત થતા જોયા અને લોકોને મરતા જોયા પણ હવે એનાથી પણ ભયાનક મનપાની એક નાનકડી ભૂલે કોઈનો જીવ લીધો. 


ગટરના ઢાંકણા સાથે અથડાયું બાઈક, રસ્તા પર પટકાયો યુવક!

ઘટના છે જૂનાગઢ શહેરની. મળતી માહિતી અનુસાર શહેરના ઝાંઝરડા રોડ પર રસ્તાનું સમારકામ કરવા માટે ખોદકામ કરવામાં આવ્યું. રસ્તાનું નવીનીકરણ થઈ ગયું પરંતુ ગટરના ઢાંકણાનું લેવિંગ કરવા માટે તંત્ર દ્વારા તસ્દી ન લેવામાં આવી જેને કારણે એક આશાવાદી યુવાને પોતાનો જીવ ગમાવ્યો છે. ગટરનાં ઢાંકણાનું લેવલ બરોબર ન હતું જેને કારણે બાઈક ચાલકની ટક્કર થઈ. ગટરનું ઢાંકણું બાઈક સાથે ભટકાતા બાઈક સ્પીલ થઈ ગયું. યુવક રસ્તા પર પડી ગયો, માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી. સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનો જીવ બચી ન શક્યો. આ નાનકડી ભૂલે એક 22 વર્ષીય આશાસ્પદ યુવકનો જીવ લીધો છે. 


મૃતકના પિતાએ તંત્રને કરી આ અપીલ! 

રસ્તાના અને ભૂગર્ભ ગટરના કામમાં રાખવામાં આવેલી બેદરકારીના કારણે એક પરિવારે જુવાનજોધ પુત્ર ગુમાવવો પડ્યો છે. ત્યારે પરિવારજનોએ ભારે હૃદયે તંત્રને અપીલ કરી છે કે, હવે કોઈને વ્હાલસોયાનો જીવ જાય તે પહેલા આ રસ્તાને વ્યવસ્થિત કરવામાં આવે. 22 વર્ષીય આશાસ્પદ દીકરાનું મોત નિપજતા પૈડા પરિવાર પર આભ ફાટ્યું છે. ત્યારે આ પ્રકારનો અકસ્માત ફરી સર્જાય અને તેમાં કોઈ વ્યકિતએ જીવ ગુમાવવો ન પડે તે માટે મોહિતના પિતા દીપકભાઈએ તંત્રને અપીલ કરી છે.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...