હાય રે કરૂણા! જૂનાગઢની 27વર્ષની દિકરી પૂરમાં તણાઈ! પિતાની પીડા, માતાના મરસિયા! દેવાંશી જોષી સામે છલકાયું માતા પિતાનું દર્દ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-28 09:27:49

કોઈ પણ પરિવાર માટે સૌથી પીડાદાયક કોઈ ક્ષણ હોય તો તે હોય છે પોતાના સ્વજનને અંતિમ વિદાય આપવાની ક્ષણ. જેમ માતાને વ્હાલો દીકરો હોય છે તેમ પિતાને વ્હાલી દીકરી હોય છે. એવું પણ કહેવાય છે કે સંતાન એટલે માતા-પિતાનું બહાર ધબક્તું હૃદય. જ્યારે સંતાનને નાનામાં નાની ઈજા થઈ હોય તો સંતાન કરતા વધારે દર્દ તેના માતા પિતાને થતું હોય છે. સંતાનને પીડામાં જોઈ માતા પિતાની પીડા પોતાના ચરમસીમાએ પહોંચી જતી હોય છે. જે સંતાનને 25 વર્ષ સુધી ઉછેરીને મોટી કરી હોય અને તે જ સંતાન પિતાના નજરોની સામે પાણીના પ્રવાહમાં તણાઈ જાય તો તે પિતા માટે કેટલો મોટો આધાત હશે! અમે વાત કરી રહ્યા છીએ એ જૂનાગઢમાં રહેતા પરિવાર વિશે જેમણે ભારે વરસાદમાં આવેલા પૂરને કારણે પોતાની દીકરીને ગુમાવી દીધી.   


દેવાંશી જોષી સામે છલકાયું મૃતકના પરિવારનું દર્દ 

કહેવાય છે કુદરત રૂઠે છે ત્યારે ઘણી બધી ઘટનાઓ બને છે. જૂનાગઢમાં ઘણા દિવસોથી અતિભયંકર વરસાદ વરસી રહ્યો છે. પાણીના ધસમસતા પ્રવાહે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. ઘણી વખત વહેતા પાણીમાં અનેક જીંદગીઓ પણ તણાઈ જતી હોય છે. આવા જ પાણીના પ્રવાહમાં એક પરિવારે પોતાની દીકરીને ગુમાવી છે. એક પિતાએ પોતાની નજરની સામે પોતાની દીકરીને તણાતા જોઈ છે. જ્યારે દેવાંશી જોષીએ તે પિતાની મનોદશા જાણવાનો પ્રયત્ન કર્યો ત્યારે તેમનું દર્દ આંખોથી છલકાઈ આવ્યું. પોતાનું દુખ વ્યક્ત કરવા માટે તેમની પાસે શબ્દો ન હતા. 

પોતાની નજરોની સામે પિતાએ દીકરીને તણાતા જોઈ...   

મૃતકના પિતાએ ગમગીન આંખોએ કહ્યું કે મારા હાથમાંથી મારી દીકરી જતી રહી. અફસોસ મને એક જ વાતનો છે કે આ માનવ મરે છે એનું મૃત્યુ આવે છે, એ હું ચોક્કસ માનું છું, આઈખું ખૂટે ત્યારે ત્યારે માનવીને જવાનું જ થાય છે પણ કુદરત રૂઠે એની સાથે જ્યારે શાસન, પ્રશાસન, જે સત્તાધીશો છે જેની જવાબદારી છે લોકોના સુખાકારીની, એ સુખાકારી માટે જ્યારે પ્રયત્નો નથી થતાં એ બીજે વેડફાય છે અને એ નથી થતું ત્યારે બહુ દુખ સાથે મારે કહેવું પડે છે આવું જ્યારે થાય છે, માનવના દ્વારા, માનવને જે રીતનો, માનવ હીતના કાર્યો થવો જોઈએ એ નથી થતાં એટલે એ તો માની શકાય કે જૂનાગઢમાં એવી પરિસ્થિતિ છે કોઈ પણ પ્રકારના હીતના કાર્ય શાસન દ્વારા ક્યારે કરવામાં આવતા નથી. અને આને જ કારણે આવી ઘટનાઓ વધુ પડતી ઘટીત થાય છે. કાંઈ વિચારીએ કાંઈ કરીએ એ પહેલા તો પાંચ દસ સેકેન્ડ કે મીનિટોની અંદર જ અમને બધાને ફેંકી દીધા. છાતી સુધી પાણી આવ્યા ત્યાં સુધી તો હું મારી દીકરીને શોધતો હતો. પાણીમાં શોધતો રહ્યો કે મારી દીકરી ક્યાં છે, મારી દીકરી ક્યા છે? 


રૂદનમાં છલકાયું માતાનું દર્દ 

એ પિતા માટે કેટલી પીડાદાયક ક્ષણ હશે કે જે વ્યક્તિએ અનેક હોનારતમાં બીજાની જીંદગીઓ બચાવી છે તે જ પોતાની દીકરીની જીંદગીને ન બચાવી શક્યા. દીકરીની માતાની એવી હાલત એવી હતી કે તે તો આ પીડામાંથી બહાર નથી આવી શકી. માતાએ જે મરસીયા ગાયા તેમાં તેમની પીડા છલકાઈ આવતી હતી.  


પરિવાર ક્યારેય પોતાના સ્વજનને નહીં ભૂલી શકે 

જૂનાગઢમાં જે દ્રશ્યો સર્જાયા છે જે પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તે પરિવારને કદાચ સહાયના વળતર રૂપે લાખો રૂપિયા આપી દેશોને તો પણ તેમને પોતાના પરિવારજન , પોતાના સંતાન પાછા નથી મળવાના. બજેટમાં ફાળવવામાં આવતા કરોડો રૂપિયા જ્યારે લોકોની સુખાકારી, લોકોની સુરક્ષા માટે વાપરવામાં આવશે ત્યારે જનતા દ્વારા ભરવામાં આવતો ટેક્સ લેખે લાગશે.આપણે તો કદાચ થોડા દિવસોમાં આવી દુર્ઘટનાઓને ભૂલી જઈશું, પરંતુ તે પરિવાર ક્યારે પણ આવી ઘટનાને નહીં ભૂલે જેમાં તેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે. દરેક પ્રસંગોમાં તેમને યાદ કરી આંખો ભરાઈ આવશે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...