Junagadh Policeનો તોડકાંડ! , 335 Bank એકાઉન્ટ ફ્રીઝ કરી કર્યો કરોડોનો તોડ! જાણો વિગતવાર


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-27 17:13:56

પોલીસને એવું લાગે છે કે તોડ કરવો અને લાંચ લેવી એ એમનો જન્મસિદ્ધ અધિકાર છે અને હમણાં છેલ્લા કેટલાઈ દિવસથી આપણે અનેક ખાખી પહેરેલા ગુંડાની તસવીરો અને કારનામાં આપણે જોઈએ જ છીએ વધુ એક એવો કિસ્સો અને કહી શકાય કે પોલીસ તોડકાંડના ઇતિહાસમાં સૌથી મોટો તોડકાંડ સામે આવ્યો છે. 

એક યુવકનું HDFC બેંક અકાઉન્ટ કરાયું સિઝ! 

લોકોના બેન્ક એકાઉન્ટ ફ્રિજ કરી ને પોલીસે કરોડોનો તોડ કાંડ કર્યો હોય એવી માહિતી મળી છે વાત જુનાગઢની છે જુનાગઢના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે આ કાંડમાં જે ત્રણ પોલીસવાળાને આરોપી બનાવવામાં આવ્યા છે તેમાં જુનાગઢ સાયબર ક્રાઈમ સેલના ઈન્સ્પેક્ટર એ.એમ. ગોહિલ, માણાવદરના CPI તરલ ભટ્ટ અને સાયબર ક્રાઈમ સેલના ASI દીપક જાનીના નામ સામે આવ્યા છે વાત એમ થાય છે કે જુનાગઢ પોલીસ દ્વારા કેરળમાં રહેતા એક યુવકનું HDFCનું બેંક અકાઉન્ટ ફ્રીઝ કરાવી દેવાયું હતું. પોતાનું અકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું છે તેની ખબર આ યુવકને ૧૭ નવેમ્બર ૨૦૨૩ના દિવસે થઈ કેરળના આ યુવકે બેંકમાં તપાસ કરી ત્યારે તેને કહેવામાં આવ્યું હતું કે જુનાગઢ જિલ્લાના સાયબર ક્રાઈમ સેલના પોલીસ ઈન્સ્પેક્ટર એ.એમ. ગોહિલના ઓડરે આ એકાઉન્ટ ફ્રિજ કરમાં આવ્યું છે.

જો ખાતાને અનફ્રીઝ કરાવું હોય તો... 

પોતાના અકાઉન્ટને અનફ્રીઝ કરાવવા માટે કેરળના આ યુવકે જુનાગઢ જિલ્લા સાયબર સેલના પીઆઈને ઈમેલ કર્યો હતો. આ ઈમેલના જવાબમાં તેમને સાયબર સેલના વોટ્સએપ નંબર પર ડોક્યુમેન્ટ મોકલવા કહ્યું. ડોક્યુમેન્ટ્સ મોકલ્યા બાદ યુવકને કોઈ જવાબના મળ્યો પછી એને ફોન કર્યો તો યુવકને પોલીસે ધમકી આપી કે એકાઉન્ટ અનફ્રીઝ કરવામાં નહીં આવે પછી મહિનાઓ વીતી ગયા છોકરાને પોલીસે કહ્યું તમારે ખાતું અનફ્રીઝ કરાવવું હોય તો જુનાગઢ આવવું પડશે યુવક ૧૪ જાન્યુઆરી ૨૦૨૪ના દિવસે સાંજે તેના એક સંબંધી સાથે જુનાગઢ પહોંચ્યો હતો, અને ૧૬ જાન્યુઆરીએ તે સાયબર ક્રાઈમ સેલની ઓફિસે જાય છે.


ઈડીને જાણ કરવાની આપી ધમકી!

દીપક જાની નામના સાયબર ક્રાઈમના ASIને મળે છે દીપક જાનીએ કેરળના આ યુવકની કુંડળી જાણવા તેની પૂછપરછ શરૂ કરી પછી એને ઊંધું ભરાવે છે કે તમારા અકાઉન્ટમાં કરોડો રૂપિયાના વ્યવહાર થયા છે, જેથી અમારે EDને પણ જાણ કરવી પડશે. પોલીસ ફરિયાદમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે દીપક જાનીએ કેરળના યુવકને એમ પણ પૂછ્યું હતું કે તમે કોઈ ઓનલાઈન ગેમ રમો છો કે કેમ? જોકે, ગોળ-ગોળ વાતો કરી રહેલા દીપક જાનીને અરજદારે પોતાનું બેંક અકાઉન્ટ ફ્રીઝ કરવાનું કારણ પૂછ્યું.


એકાઉન્ટ ફ્રીજ કરાવવા માટે કર્યો પ્રયત્ન પરંતુ!

એકાઉન્ડ ફ્રીજ થવાનું કારણ પૂછ્યું ત્યારે ASI દીપક જાનીએ તેને ઉંઠો ભણાવતા એવું કહ્યું હતું કે ED રિલેટેડ કોન્ફિડેન્શિયલ ઈનપુટ્સ મળ્યા બાદ તમારૂં અકાઉન્ટ ફ્રીઝ કરાયું છે અને તેના કારણો હાલ તમને નહીં જણાવી શકાય. એટલે ed નું નામ લઈ આ લોકો તોડકાંડ કરતાં હતા પછી સ્વાભાવિક રીતે યુવકે પૂછ્યું કે ખાતું અનફ્રીઝ કરવા શું કરવું પડશે જેમજ યુવકે આ સવાલ પૂછ્યોને તરત યુવકને એક બીજા રૂમમાં લઈ ગયા અને કહ્યું ગાંધીનગર-અમદાવાદ સાયબર ક્રાઈમની હેડ ઓફિસમાં ફ્રીઝ કરાયેલા બેંક અકાઉન્ટને અનફ્રીઝ કરવા માટે ખાતામાં જેટલું બેલેન્સ પડ્યું હોય તેની ૮૦ ટકા રકમ લેવામાં આવે છે.


ચાર વર્ષમાં કરોડો રુપિયાનું ટ્રાન્સઝેક્શન કર્યા હોવાની કહી વાત

દીપકે કહેલી આ વાતનો મતલબ કંઈક એવો કાઢી શકાય કે જો તમારા અકાઉન્ટમાં દસ લાખ રૂપિયા પડ્યા હોય અને પોલીસ તેને ફ્રીઝ કરી નાખે તો તેને અનફ્રીઝ કરાવવા માટે તમારે આઠ લાખ રૂપિયાનો ચાંલ્લો કરવો પડશે. પછી ત્યાં નેગોસિયસ થયું પોલીસ એકના બે ના થાય ને યુવકને કહ્યું કે અમારા સાહેબ સાંજે આવશે એમને મળજો યુવક પીઆઈ ગોહિલની ચેમ્બરમાં ગયો ત્યારે પીઆઈ સાહેબ તેનું બેંક સ્ટેટમેન્ટ પોતાના હાથમાં જ પકડીને બેઠા હતા. ગોહિલે ત્યારે અરજદારને એવી વાત કરી હતી કે તમે ચાર વર્ષમાં કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ કર્યા છે.. આટલું કહીને ગોહિલે યુવક પાસેથી તેનું આઈટી રિટર્ન માગ્યું હતું, 


પોલીસે આ કેસમાં ન નોંધી હતી ફરિયાદ 

પરંતુ અરજદારે પોતે રિટર્ન ભરતો ના હોવાનું કહેતા પીઆઈ ગોહિલે તેને એવો જવાબ આપી દીધો હતો કે હું આ કેસમાં કંઈ નહીં કરી શકું.પછી યુવકને ડરાવા માટે એને કહ્યું કે fir દાખલ કરો અને  EDને તાત્કાલિક રિપોર્ટ કરી દો યુવાન ડરી ગયો પોલીસે તેની પાસે 25 લાખની ડિમાન્ડ કરી પછી યુવકે વકીલની સલાહ લેતા તેને એવું જાણવા મળ્યું હતું કે CrPCની કલમ 102 હેઠળ તેનું અકાઉન્ટ ફ્રીઝ થયું છે, પણ પોલીસે આ કેસમાં કોઈ FIR તો નોંધી જ નથી, અને ના તો તેને કોઈ નોટિસ આપવામાં આવી છે. 


આટલા રૂપિયાની કરાઈ ડિમાન્ડ! 

વકીલે આ યુવકને જુનાગઢના વરિષ્ઠ પોલીસ અધિકારીને મળીને આ મામલે રજુઆત કરવા કહ્યું હતું અને જો ત્યારબાદ પણ કોઈ ઉકેલ ના આવે તો જિલ્લા કોર્ટ કે પછી હાઈકોર્ટ દ્વારા નોટિસ મોકલવાની વાત કરી હતી. વકીલની સલાહ માનતા આ યુવકે જુનાગઢ રેન્જ આઈજી સમક્ષ સાયબર ક્રાઈમના પીઆઈ ગોહિલ અને ASI જાની પોતાની પાસેથી ૨૫ લાખ રૂપિયાની ડિમાન્ડ કરી રહ્યા હોવાની રજૂઆત કરી હતી, જેના આધારે આઈજીએ તપાસના આદેશ આપવાની સાથે ગોહિલ અને જાનીને સસ્પેન્ડ પણ કરી દીધા હતા. 


તપાસ આગળ વધી ત્યારે ખબર પડી કે...

પોલીસ દ્વારા આ અંગે ASI જાનીનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે તેણે આ મેટરમાં પીઆઈ તરલ ભટ્ટનું નામ પણ અને આ તોડકાંડનો પર્દાફાશ થયો તપાસ આગળ વધી તો સામે આવ્યું કે પોલીસવાળાએ ૧૭ નવેમ્બર ૨૦૨૩ના ગાળામાં કુલ ૩૩૫ જેટલા બેંક અકાઉન્ટ્સ ફ્રીઝ કરાવ્યા હતા, અને આ અકાઉન્ટ્સને અનફ્રીઝ કરવા માટે બીજા અરજદારો પાસેથી ૨૦-૨૦ લાખ રૂપિયા લીધા હતા પોલીસની તોડબાજીની આ નવી ટ્રીક ઘણા સવાલો પણ ઉભા કરે છે. 


આ કલમો હેઠળ નોંધવામાં આવી ફરિયાદ 

સૌથી પહેલો સવાલ એ છે કે પીઆઈ તરલ ભટ્ટ પાસે ૩૩૫ બેંક અકાઉન્ટ્સની વિગતો ક્યાંથી આવી?  મોસ્ટલી ગુજરાત બહારના લોકોને કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા? 335 બેંક અકાઉન્ટ્સ અનફ્રીઝ કરવા ટોટલ કેટલાનો વહીવટ થયો હશે? અને સૌથી મોટો સવાલ, શું આ કાંડમાં પોલીસ સિવાય બીજું કોઈ પણ સંડોવાયેલું છે? આ બધા સવાલોના જવાબ હાલ નથી પણ આ લોકો સામે IPCની અલગ-અલગ આઠ કલમો ઉપરાંત ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ-૧૯૯૮ એક્ટની પણ બે કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તો હવે આગળ આ લોકો સામે કાર્યવાહી થાય અને નિર્દોષ લોકોને એમના પૈસા પાછા મળે આશા



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?