જુનાગઢ: ગિરનારની લીલી પરિક્રમા માટે ઉમટ્યા 2 લાખથી વધુ લોકો, શ્રધ્ધાળુઓની સુવિધા માટે તંત્ર ખડેપગે


  • Published By :
  • Published Date : 2023-11-23 14:48:58

જુનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો આજે શુભારંભ થઈ ચુક્યો છે, દેશ અને રાજ્યના વિવિધ ભાગોમાંથી આવેલા શ્રધ્ધાળુઓનો ધસારો જોતા આજે વહેલી સવારે 4.15 કલાકે પ્રવેશ ગેઇટ ખોલી નાખવાની તંત્રને ફરજ પડી હતી. જેથી વિધિવત પ્રારંભ પૂર્વે પરિક્રમામાં બે લાખ કરતા વધુ શ્રધ્ધાળુઓએ રૂટ ઉપર પ્રવેશ કરી લીધો છે. જેમાં રાત સુધીમાં અઢી લાખ જેટલા યાત્રિકો રૂટ ઉપર છે. તો 50 હજારથી વધુ ભાવિકોએ નળપાણીની થોડી વટાવી દીધી છે. ઉલ્લેખનિય છે  કે આમ તો કારતક સુદ 11ને ગુરુવારે મધરાતે 12 વાગ્યે ગિરનારની લીલી પરિક્રમાનો સાધુ-સંતો વિધિવત રીતે પ્રારંભ કરાવવાના હતા પણ  તે પૂર્વે જ ગીરી તળેટીમાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે ભાવિકભક્તોમાં ગજબનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જો કે એક સાથે બે લાખ જેટલા શ્રધ્ધાળુઓ ઉમટી પડતા સ્થિતી વણસી હતી, જેમાં કેટલાકની લોકોની હાલત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.


જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર ખડેપગે


ગિરનારની લીલી પરિક્રમા માટે આવનારા શ્રધ્ધાળુંઓને તમામ પ્રકારીની સુવિધા મળી રહે તે માટે જુનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સજાગતા રાખવામાં આવી છે. જિલ્લા પંચાયત ખાતે 80 જેટલા અન્નક્ષેત્રોના સંચાલકો ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાના લોકોને નિષ્ણાંત ડોક્ટરો દ્વારા CPRની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ લોકોના જીવ બચાવવા માટે ખૂબ ઉપયેગી થઈ પડશે. યાત્રા દરમિયાન ભાવિકોને મેડિકલ સેવા મળી રહે માટે 108ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેટલાક રૂટના અંતરે 108 સેવા સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી વિભાગ તરફથી 100 જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે. 5 દિવસ સુધી આ એક્સ્ટ્રા બસ દોડાવામાં આવી છે. આ સાથે કલેક્ટરે અન્નક્ષેત્રના સંચાલકોને કોઈ ગંદકી ન કરવાની અપીલ કરી હતી. તેમણે જણાવ્યું કે, લોકોના સહયોગથી આપણા ગિરનારને સ્વચ્છ અને સુંદર જાળવી રાખીશું.    


100 જેટલા અન્નક્ષેત્રો આપી રહ્યા છે સેવા


ગિરનાર પરિક્રમા માટે આવનારા શ્રધ્ધાળુઓના ભોજન માટે 36 કિલોમીટરના પરિક્રમાના રૂટ પર નાના-મોટા મળી કુલ 100 જેટલા અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવ્યા છે. જેમાં વિવિધ વાનગીઓની સેવા પૂરી પાડવામાં આવી રહી છે. આ અન્નક્ષેત્રોમાં ગાંઠીયા, જલેબી, ખમણ, પુરી સહિતની વિવિધ વાનગીઓ બનાવી યાત્રિકોને ભાવપૂર્વક ભોજન-પ્રસાદની સેવા પુરી પાડી પુણ્યનું બાંધી રહ્યા છે. ઘણા પરિક્રમાર્થીઓ પોતાની જાતે જ પ્રકૃતિના ખોળે રસોઈ બનાવી ભોજનનો આનંદ માણી રહ્યા છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...