આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જૂનાગઢ મુલાકાતે છે. જૂનાગઢની કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીનો કાર્યક્રમ છે. ત્યારે જૂનાગઢના કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી નારાજ થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 હજારથી વધુ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે.
ભીખાભાઈ જોશીની અટકાયત કરાઈ
જૂનાગઢ જિલ્લાના પ્રતિનિધિ અને ધારાસભ્ય ભીખાભાઈ જોશીની સવારથી જ જૂનાગઢ પોલીસે અટકાયત કરી દીધી છે. ભીખા જોશીએ કાર્યક્રમમાં વિરોધ નોંધાવ્યો હતો. તેમનું કહેવું હતું કે આ કાર્યક્રમ સરકારી છે તો જૂનાગઢની ધરતી પર કાર્યક્રમ હોય તો જૂનાગઢના ધારાસભ્યને જ આમંત્રણ નથી.
આ જૂનાગઢની જનતાનું અપમાનઃ ભીખા જોશી
દેશના પ્રધાનમંત્રી જૂનાગઢની ધરતી પર છે. આ કાર્યક્રમ સરકારી છે પણ જૂનાગઢના ધારાસભ્યનું નામ નથી લખવામાં આવ્યું. આ જૂનાગઢની જનતાનું અપમાન છે. આથી અમેં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો હતો. અમારી અટકાયત કરવામાં આવી છે. ભાજપનો કાર્યક્રમ હોય તો વાંધો ના હતો પણ સરકારી કાર્યક્રમાં ભાજપના ધારાસભ્યને બોલાવ્યા પણ જૂનાગઢના ધારાસભ્યની બાદબાકી કરાઈ તે અયોગ્ય છે આથી અમેં કાર્યક્રમનો બહિષ્કાર કર્યો છે.