સામાન્ય રીતે આપણને લાગતું હોય છે કે કામ કરાવવા માટે પૈસા આપવા પડે છે.... જ્યાં સુધી પૈસા નથી આપતા ત્યાં સુધી આપણું કામ નહીં થાય.. ભ્રષ્ટાચારને કારણે સિસ્ટમ કરપ્ટ થઈ ગઈ છે તેવું આપણે કહીએ છીએ. અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે માગ કરવામાં આવતી હોય છે સામાન્ય માણસો દ્વારા.. સાચા કામ માટે અધિકારીઓને પૈસા ના આપવા તેવી વાત ભાજપના ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા કરવામાં આવી છે.
ભ્રષ્ટાચારી વિરૂદ્ધ થવી જોઈએ કાર્યવાહી!
સિસ્ટમમાં એ હદે ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે કે જ્યાં સુધી પૈસા નથી આપવામાં આવતા અધિકારીઓને ત્યાં સુધી આપણી ફાઈલ આગળ નથી વધતી. આ નરી વાસ્તવિક્તા છે, અનેક લોકો સાથે આવું થતું હશે, થયું હશે.. ભ્રષ્ટાચારી વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવે છે.. સામાન્ય માણસો દ્વારા ભ્રષ્ટાચારને લઈ વાતો કરવામાં આવે છે પરંતુ હવે ભાજપના નેતાના નિવેદનો સામે આવી રહ્યા છે.
સંજય કોરડિયાએ લોકોને કરી અપીલ કે...
જૂનાગઢના ભાજપના ધારાસભ્યસંજય કોરડીયાએ અધિકારીઓ અને ભ્રષ્ટાચાર પર મોટું નિવેદન આપ્યું છે. એક વીડિયો સામે આવ્યો છે સંજય કોરડીયા કહી રહ્યા છે કે એક પણ અધિકારીને પૈસા આપતા નહીં. તમારી પાસે કોઇ પૈસા માગે તો મારી પાસે આવજો. હું સાચુ કામ હશે તો કરાવી દઇશ. સંજય કોરડીયાએ લોકોને અપીલ કરતાં કહ્યું છે કે તમે એક પણ અધિકારીને પૈસા આપતા નહી. હું બે હાથ જોડીને વિનંતી કરું છું.
મુખ્યમંત્રી પણ કડક વલણ અપનાવી રહ્યા હોય તેવું લાગે..
ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તેવું લાગી રહ્યું છે. મુખ્યમંત્રી દ્વારા પણ કડક વલણ અપનાવામાં આવી રહ્યું છે.. સીએમના અનેક નિવેદનો સામે આવ્યા છે જેમાં મક્કમતા દર્શાવી રહ્યા હોય તેવું લાગે છે કે બસ, હવે આવું નહીં ચાલે...! ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો..