જુનાગઢના કડીયાવાડ વિસ્તારમાં બે માળની ઈમારત ધરાશાયી થવાના કિસ્સામાં સંજય ડાભીની સાથે તેના બે પુત્રો પુત્ર દક્ષ અને તરુણનું મકાનના કાટમાળ નીચે દટાઈ જવાને કારણે મોત થયું હતું. હવે મૃતક સંજય ડાભીના ધર્મપત્નીએ પણ આત્મહત્યાનો પ્રયાસ કરતા જૂનાગઢ શહેરમાં ભારે ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે. ગઈ કાલે પતિ અને બે પુત્રોને ગુમાવનાર મયુરીબેન ગંભીર આઘાતમાં સરી પડ્યા હતા. તેમણે એસીડ ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યા બાદ તેમને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું સારવાર દરમિયાન મોડી રાત્રે મોત થયું હતું.
સારવાર દરમિયાન મોત
બિલ્ડીંગ ધરાશાઈ થવાની ઘટનામાં પતિ અને બે બાળકોને ગુમાવનાર મયુરી બેન ખૂબ જ ભાંગી પડ્યા હતા. પતિ અને બે માસુમ પુત્રનું મોત થતા તેનો આઘાત તેવો જીરવી શક્યા નહી હોય અને આઘાતજનક પરિસ્થિતિમાં આજે મહિલાએ અચાનક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મયુરીબેન સંજયભાઈ ડાભીએ આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી. મયુરી બેનએ આત્મહત્યાનો પ્રયાસ કરતાં હાલ તો મહિલાની હાલત બેભાન અવસ્થામાં હોસ્પિટલના બેડ પર ગંભીર હાલતમાં જોવા મળ્યા હતા. તેઓનું નિવેદન હજુ સુધી પોલીસ મેળવી શકી નથી. સમગ્ર મામલામાં એફઆઇઆર કરવાની લઈને પણ હજુ કામગીરી શરૂ થઈ નથી પરંતુ ગઈ કાલના અકસ્માતના આઘાતમાં મહિલાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હશે.
શું હતી સમગ્ર ઘટના?
જૂનાગઢની દાતાર રોડ પર કડિયાવાડ શાકમાર્કેટના પાછલા વિસ્તારમાં 40 વર્ષ જૂનું જર્જરિત થયેલી બે માળની ધરાસાયી થતા ચાર વ્યક્તિના મકાનના કાટમાળમાં દબાઈ જવાથી મોત થયા છે. ચાર લોકોના મોતના કારણે જૂનાગઢ આખું ઘેરા શોકની લાગણીમાં જોવા મળી રહ્યું છે.