જૂનાગઢ વિવાદ અપડેટ: બબાલ કરનારા લોકોને પોલીસે ચખાડ્યો મેથી પાક! સોશિયલ મીડિયા પર વાયરલ થયો પોલીસનો વીડિયો


  • Published By :
  • Published Date : 2023-06-17 18:36:50

જૂનાગઢમાં મનપા દ્વારા દરગાહને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી હતી. જ્યારે નોટિસ ચોંટાડવવા માટે પોલીસ ત્યાં પહોંચી ત્યારે ત્યાં ઉપસ્થિત લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા અને હિંસા ભડકી ઉઠી હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ટોળા પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે જ્યારે પાંચ જેટલા પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. ત્યારે સોશિયલ મીડિયા આ ઘટનાને લઈ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં દરગાહ આગળ પોલીસે થોડા આરોપીઓને ઉભા રાખ્યા છે અને તેમને મારી રહી છે. આ મામલે 170થી વધારે લોકો વિરૂદ્ધ ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.    

લોકો અને પોલીસ વચ્ચે થયું ઘર્ષણ!    

ગેરકાયદેસર રીતે બાંધકામ હટવવાની કામગીરી અનેક મનપા દ્વારા કરવામાં આવી રહી છે. ત્યારે જૂનાગઢ મનપા દ્વારા મજેવડી ગેટ પર દરગાહ દબાણ હટાવવા મામલે નોટિસ લગાવવામાં આવી હતી. જ્યારે નોટિસ લગાવવા માટે પોલીસ પહોંચી ત્યારે આ મામલે મોડી રાત્રે પોલીસ અને લોકો વચ્ચે અથડામણ થયું હતું. મામલો ઉગ્ર બનતો ગયો અને તે બાદ પરિસ્થિતિ પર કાબુ મેળવવા પોલીસે લાઠીચાર્જ તેમજ ટીયર ગેસનો ઉપયોગ કર્યો હતો. 

દરગાહ બહાર પોલીસે અસામાજીક તત્વોને માર્યા!

ત્યારે આ મામલાના અનેક વીડિયો તેમજ તસવીરો સામે આવી રહી છે. પોલીસે પણ પોતાનું નિવેદન આપી દીધું છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં પોલીસ દરગાહની બહાર ઉભા રાખી લોકોને મારી રહી છે. વીડિયોમાં અંદાજીત સાત લોકો છે. જે લોકોને માર મારવામાં આવી રહ્યો છે તેમના ચહેરાને ઢાંકી દેવામાં આવ્યો છે. આ વીડિયો પર પોલીસ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી નથી. 



કોંગ્રેસના સાંસદે કરી આ ટ્વિટ!

આ ઘટનાને લઈ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદે ટ્વિટ કરી હતી. આ વીડિયો શેર કરતા સાંસદે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. ટ્વિટમાં તેમણે લખ્યું કે "अब गुजरात की पुलिस को अदालतों से कोई लेना देना नहीं है वो सीधे चौराहे पर सज़ा देती है, खुलेआम पीटती है और आरोपी घोषित कर देती है, कोई जांच नहीं कोई तफ्तीश नहीं. ये जूनागढ़ का वीडियो है, गुजरात पुलिस क्या यही है संविधान का पालन??"



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.