જૂનાગઢઃ ભાજપના કોર્પોરેટ પુત્રએ યુવકને છરીના ઘા માર્યા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-04 15:02:04

જૂનાગઢમાં ગઈકાલે મોડી રાત્રે ભાજપના કોર્પોરેટરના પુત્ર હરેશ સોલંકીએ એક યુવાનને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. જૂનાગઢના બીલખા રોડ પર આવેલા ધરાનગરના સીએલ કોલેજ રોડ પર લોહિયાળ બનાવ બનતા લોકોમાં નાસભાગ બની ગઈ હતી. 


અંગત અદાવતમાં મોતને ઘાટ ઉતાર્યો 

સ્થાનિક સૂત્રના જણાવ્યા મુજબ જયેશ પાતર અને હરેશ સોલંકી વચ્ચે પહેલેથી જ અણબનાવો ચાલી રહ્યા હતા. સૂત્રનું કહેવું છે હરેશ સોલંકીએ જયેશ પાતરની પત્નીનો હાથ પકડીને છેડતી કરી હતી જેથી બંને વચ્ચે તકરાર ચાલી રહી હતી. જોકે સૂત્રએ આ મામલે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે નવરાત્રિના સમયે બધા મળીને દારૂ પી રહ્યા હતા ત્યારે વાત ઉગ્ર બની હતી અને અંતે કોર્પોરેટ પુત્ર હરેશ સોલંકીએ જયેશ પાતરને છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. 


લોહીલુહાણ હાલતે લથડીયા મારતો રહ્યો જયેશ પાતર

મૃતકની માતાએ પોલીસને ફરિયાદ કરવા પહોંચ્યા હતા ત્યારે તેમણે પોલીસને જણાવ્યું હતું કે, બધા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી જેના પરિણામે જયેશ પાતરને છરીના ઘા મારી હત્યા કરાઈ હતી. છરી માર્યા બાદ જયેશ લથડીયા ખાતો મદદ માટે 108 બોલાવવા પોકારી રહ્યો અને સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. 


જૂનાગઢનો ધરાનગર વિસ્તાર અનુસૂચિત જાતિ ધરાવતો વિસ્તાર છે, જેમાં આ પ્રકારના બનાવ બનતા રહે છે. અગાઉ પણ આ પ્રકારના બનાવો આ વિસ્તારમાં બન્યા છે. જૂનાગઢ પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.  



અમેરિકા જવું અને ત્યાંની નાગરિકત મેળવવા માટે ટ્રમ્પે હવે ગોલ્ડન કાર્ડની જાહેરાત કરી છે

એક મંત્રીનો દિકરો ભાજપનો યુવા મોરચાનો પ્રમુખ ગાડી ઉભી રાખે અને એક યુવકને રસ્તા પરથી પસાર થતો હોય તેને બેફામ અપશબ્દો બોલીને ઢોર માર મારે. સવાલ સૌથી મોટો સવાલ એ છે કે ગૃહરાજ્યમંત્રી કયાં છે કાયદો અને વ્યવસ્થા. સવાલ એ પણ છે કે આ બધા જ ભાજપના નેતાઓ છે કે ગલીના ગુંડાઓ.

21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

આજ રોજ તા. 20 ફેબ્રુઆરીનાં રોજ વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગુજરાતનું વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યુ હતુ. બજેટની કુલ રકમ 3,70,250 કરોડ રુપિયા છે. વર્ષ 2024-25નાં બજેટની કુલ રકમ 3,20,000 કરોડ હતી આ વર્ષે રકમમાં 50,000 કરોડનો વધારો કરવામાં આવ્યો છે.