Junagadh : વિસાવદરમાં ધોળા દિવસે બાળકીનું કરાયું અપહરણ, પોલીસે થોડા સમયની અંદર કેસ ઉકેલ્યો, જુઓ સીસીટીવી ફૂટેજ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-28 14:31:09

જૂનાગઢના વિસાવદરમાં એક વિદ્યાર્થીનીનું અપહરણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીની શાળાએ જઈ રહી હતી તે વખતે તેનું ફિલ્મી ઢબે અપહરણ કરાયું. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. 15 વર્ષની વિદ્યાર્થીની પોતાની બહેનપણી સાથે સ્કૂલે જઈ રહી હતી આ દરમિયાન નંબરપ્લેટ વગરની સ્વીફ્ટ કાર તેમની પાસે આવી. ગાડીમાંથી બે લોકો ઉતર્યા અને બળજબરીપૂર્વક બાળકીને ગાડીમાં બેસાડી. 

શાળામાં જતી વિદ્યાર્થીનીનું થયું અપહરણ 

ગુજરાતને મહિલાઓ માટે સુરક્ષિત રાજ્ય માનવામાં આવતું હતું. પરંતુ મહિલાઓ હવે સુરક્ષિત નથી રહી તેવું કહીએ તો અતિશયોક્તિ નથી. કારણ કે ધોળા દિવસે બાળકીનું ઉપહરણ જૂનાગઢમાં થયું છે. વિસાવદરમાં 15 વર્ષીય દીકરીનું અપહરણ થયું છે તેવી માહિતી સામે આવી છે. જૂનાગઢના વિસાવદરમાં એક સગીરાનું અપહરણ એક તરફી પ્રેમમાં પાગલ સગીરે કર્યું છે. 

થોડા સમયની અંદર સગીરાને પોલીસે છોડાવી દીધી 

આખી ઘટનાના CCTV સામે આવ્યા છે. અપહરણ નંબર પ્લેટ વગરની કાર દ્વારા કરાયું હતું . અપહરણ થયાની જાણ તરત જ પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી. સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી . ત્યારબાદ પોલીસ તંત્ર તરત જ એકશનમાં આવી ગયું હતું અને ગણતરીના કલાકોમાં જ આ સગીરાને છોડાવી દીધી અને ત્યારબાદ યુવકને ઝડપી લેવાયો છે . સ્થાનિક પોલીસે દ્વારા ગુનો પણ નોંધાયો છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે. મળતી માહિતી અનુસાર આરોપીનું નામ ધ્યેય સૂર્યવંશી સામે આવ્યું છે ઉપરાંત આરોપીએ સગીરાના ફોટા પણ વાયરલ કરવાની ધમકી આપી છે. 



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...