અયોધ્યામાં રામ મંદિરમાં રામલલાની પ્રાણ-પ્રતિષ્ઠા બાદ ગુજરાત પહોંચશે જેપી નડ્ડા, મિશન 2024નો કરશે શુભારંભ


  • Published By :
  • Published Date : 2024-01-22 11:01:36

અયોધ્યમાં રામ મંદિરના ઉદઘાટન અને રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા બાદ બિજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા ગુજરાતનો પ્રવાસ કરશે. નડ્ડા ગુજરાતમાં લોકસભા ચૂંટણી પ્રચારનો શુભારંભ કરાવશે. ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) સાથે મળીને ચૂંટણી લડશે તેવી શક્યતાઓ જોતા ભાજપ અધ્યક્ષનો આ ગુજરાત પ્રવાસ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે. બિજેપીના રાષ્ટ્રિય અધ્યક્ષ જેપી નડ્ડા ગાંધીનગરમાં લોકસભા સીટોના ચૂંટણી કાર્યલયની શરૂઆત કરશે. પરંતું તે સાથે જ રાજ્યના નેતાઓ અને પાર્ટીના પદાધિકારીઓ સાથે પણ ચૂંટણી રણનિતી પર ચર્ચા કરશે.  


વર્ચ્યુઅલ લોકાર્પણ કરશે


બિજેપી અધ્યક્ષ તેમના ગાંધીનગર કાર્યાલયની સાથે જ રાજ્યની તમામ 26 લોકસભા સીટો માટે તૈયાર કરાયેલા ચૂંટણી કાર્યાલયોનું પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. રાજ્યની તમામ 26 લોકસભા સીટો પર બિજેપીનો કબજો છે. જો કે આ વખતે આપ અને કોંગ્રેસ ભાજપ માટે મુશ્કેલી સર્જી શકે છે. વર્ષ 2019માં રાજ્યની 15 લોકસભા સીટો પર બિજેપીનો કબજો હતો. જો કે મોદીની પ્રધાનમંત્રી પદ માટે જાહેર થયા બાદ કોંગ્રેસ રાજ્યમાં શૂન્યમાં સમેટાઈ ગઈ છે. 

 

કમલમમાં ભાજપ પદાધિકારીઓ સાથે બેઠક


જેપી નડ્ડાના ગુજરાત પ્રવાસ દરમિયાન રાજ્યમાં પાર્ટી દ્વારા થઈ રહેલી ચૂંટણી તૈયારીઓનું પણ નિરિક્ષણ કરશે. ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ પાર્ટીના પ્રદેશ કાર્યલય કમલમમાં પાર્ટીના સ્થાનિક નેતાઓ અને અને સંગઠનના પદાધિકારીઓ સાથે પણ મિટિંગ કરી ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે. જેપી નડ્ડા કાર્યલયમાં જ  લોકસભા ચૂંટણી માટે તૈયાર કરાયેલું  પ્રેઝન્ટેશન પણ જોશે. આમ આ વખતની ભાજપ અધ્યક્ષ નડ્ડાની ગુજરાત મુલાકાત સંપુર્ણપણે ચૂંટણીલક્ષી બની રહેશે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?