જે.પી.નડ્ડાને મળ્યું એક્સટેન્શન, જૂન 2024 સુધી ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રહેશે યથાવત


  • Published By :
  • Published Date : 2023-01-17 16:53:24

ભારતીય જનતા પાર્ટીની બે દિવસીય રાષ્ટ્રીય કારોબારીની બેઠક હાલ નવી દિલ્હીમાં ચાલી રહી છે. આજે બીજા અને અંતિમ દિવસે પાર્ટીએ મહત્વનો નિર્ણય લઈને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ એક વર્ષ સુધી વધાર્યો છે. જેપી નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીના રોજ સમાપ્ત થવા જઈ રહ્યો હતો. નડ્ડા હવે જૂન 2024 સુધી તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર રહેશે. કારોબારીની બેઠકમાં ઉપસ્થિત રહેલા પાર્ટીના અગ્રણી નેતા અને દેશના ગૃહમંત્રી અમિત શાહે જેપી નડ્ડાના એક્સટેન્શનની જાહેરાત કરી હતી. કારોબારી બેઠકમાં રક્ષામંત્રી રાજનાથ સિંહે જેપી નડ્ડાને અધ્યક્ષ પદે યથાવત રાખવા પ્રસ્તાવ મૂક્યો હતો જેના પર પાર્ટીના નેતાઓએ સર્વસંમતીથી મહોર લગાવી છે.


પાટીલ નહીં બને BJPના રાષ્ટ્રીય પ્રમુખ


ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષના પદની રેશમાં નડ્ડા ઉપરાંત ગુજરાતના પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ પણ હતા. જો કોઈ કારણસર જેપી નડ્ડાના નામ પર સર્વસંમતિ ન બને તો ભૂપેન્દ્ર યાદવનું નામ રેસમાં સૌથી આગળ છે. આ સાથે જ સી.આર.પાટીલની ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ બનવાની મહત્વાકાંક્ષા પર પાણી ફરી વળ્યું છે. હવે પાટીલને કેન્દ્રમાં મહત્ત્વની જવાબદારી મળે એવી પૂરી શક્યતા છે.


PM મોદી પદાધિકારીઓને સંબોધશે 


નવી દિલ્હીના NDMC કન્વેન્શન સેન્ટરમાં ચાલી રહેલી ભાજપની રાષ્ટ્રીય કારોબારીની બેઠકનો આજે અંતિમ દિવસ છે. આજે મંગળવાર સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પદાધિકારીઓને સંબોધન આપશે. મોદીના ભાષણને માર્ગદર્શક નિવેદન કહેવામાં આવ્યું છે. આ પછી આ બે દિવસીય બેઠક સમાપ્ત થશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?