અમેરિકાની જોન્સન એન્ડ જોન્સન કંપનીએ કેલિફોર્નિયામાં એક વ્યક્તિને 18.8 મિલિયન ડોલર (રૂ.154 કરોડ) ચૂકવવા પડશે. વ્યક્તિએ દાવો કર્યો હતો કે કંપનીના બેબી પાવડરના કારણે તેને કેન્સર થયું છે. કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ડિફોલ્ટ સ્ટેટ કોર્ટમાં ન્યાયાધીશોએ સંપૂર્ણ કેસની સુનાવણી કર્યા પછી, પીડિત, એમોરી હર્નાન્ડીઝ વલાડેઝની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, કંપનીને ચૂકવણી કરવાનો આદેશ આપ્યો. વલાડેઝે ગયા વર્ષે કંપની સામે દાવો કર્યો હતો.
વ્યક્તિએ શું દાવો કર્યો હતો?
કોર્ટે 24 વર્ષીય પીડિત વલાડેઝએ જણાવ્યું કે બાળપણથી જ તે કંપનીનો બેબી પાઉડરનો ઉપયોગ કરવાથી તેને છાતી નજીક મેસોથેલિયોમા નામની કેન્સરની બીમારી થઈ છે. રિપોર્ટસના જણાવ્યા પ્રમાણે ચુકાદો આવ્યા બાદ કંપનીના ફરિયાદી મામલાના ઉપાધ્યક્ષ એરિક હાસે નિવેદનમાં જણાવ્યું કે કંપની આ ચુકાદા સામે અપીલ કરશે. તેમણે કહ્યું કે જોહન્સનનો બેબી પાઉડર સુરક્ષિત છે. તેમણે જાણકારી આપી કે પાઉડરમાં એસ્બેસ્ટસ નથી અને આ કેન્સરનું કારણ ન હોઈ શકે.