અમેરિકાના પ્રમુખ જો બિડેને તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પને હરાવ્યાના ત્રણ વર્ષથી ઓછા સમયમાં ફરી એકવાર અમેરિકાના ટોચના પદ માટે પોતાનો દાવો જાહેર કર્યો છે. 80 વર્ષીય ડેમોક્રેટ બિડેનએ આ જાહેરાત એક પ્રચાર અભિયાન વીડિયોમાં કરી હતી. તેમણે એક વીડિયો ટ્વીટ કરીને સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી હતી. અમેરિકાના ભારતીય મૂળના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ તેમની સાથે ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે.
Every generation has a moment where they have had to stand up for democracy. To stand up for their fundamental freedoms. I believe this is ours.
That’s why I’m running for reelection as President of the United States. Join us. Let’s finish the job. https://t.co/V9Mzpw8Sqy pic.twitter.com/Y4NXR6B8ly
— Joe Biden (@JoeBiden) April 25, 2023
લોકો પાસે વધુ 4 વર્ષ માંગ્યા
Every generation has a moment where they have had to stand up for democracy. To stand up for their fundamental freedoms. I believe this is ours.
That’s why I’m running for reelection as President of the United States. Join us. Let’s finish the job. https://t.co/V9Mzpw8Sqy pic.twitter.com/Y4NXR6B8ly
અમેરિકાના પ્રમુખ જો બિડેને મંગળવારે ઔપચારિક રીતે તેમના ચૂંટણી અભિયાનની શરૂઆત કરી હતી. આ દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું છે કે 2024માં તેઓ ફરી એકવાર રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે. તેમણે અમેરિકનોને લોકશાહી બચાવવા માટે તેમને ફરીથી ચૂંટવા માટે આહવાન કર્યું હતું. જો બિડેને અમેરિકના લોકોને કહ્યું છે કે તેમણે જે શરૂ કર્યું છે તે પૂર્ણ કરવા માટે તેમને વધુ ચાર વર્ષ આપવામાં આવે.
લોકોને આશ્ચર્ય થયું
જો બિડેનની ઉમેદવારી લોકો અને રાજકીય પંડિતો માટે આશ્ચર્યજનક છે, કારણ કે તેમની ખરાબ તબિયતના સમાચાર અવાર નવાર આવતા રહે છે. તે ઉપરાંત મીટિંગમાં સૂવું અને ઘણી બાબતો ભૂલી જવા સહિતની સમસ્યા પણ તેમની રહી છે.