JNUમાં વિરોધ કરવા પર રૂ.20 હજાર અને રાષ્ટ્ર વિરોધી નારાબાજી પર 10 હજારનો દંડ, વિદ્યાર્થીઓમાં રોષ


  • Published By :
  • Published Date : 2023-12-12 14:12:54

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ફરી એકવાર નવા નિયમો લાગુ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે. આ નિયમ બાદ અહીંના વિદ્યાર્થીઓ ખૂબ જ પરેશાન છે. નિયમો અનુસાર, યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ કરવા બદલ વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. આ સિવાય જો કોઈ દેશ વિરોધી નારા લગાવશે તો તેને 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. જે વિદ્યાર્થીઓ પોતાના હિત માટે યુનિવર્સિટીમાં આંદોલન કરીને સમયાંતરે પોતાની માંગણીઓ ઉઠાવતા હતા તેઓ હવે તે માંગણીઓ ઉઠાવી શકશે નહી. આ માટે 20,000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. જો કોઈ વિદ્યાર્થી યુનિવર્સિટીની અંદર દેશ વિરોધી નારા લગાવશે તો તેના પર 10,000 રૂપિયાનો દંડ પણ લાગશે.


JNUના વિદ્યાર્થીઓમાં નારાજગી


જો કે નવા આદેશ બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આ દરમિયાન એબીવીપીના સભ્ય અને મીડિયા ઈન્ચાર્જ અંબુજ તિવારીએ કહ્યું કે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીનો આ નવો તુઘલકી ફરમાન આવી ચૂક્યો છે, જેની સામે અમે ઘણો વિરોધ કર્યો હતો અને પછીથી તેને પાછો ખેંચી લેવામાં આવ્યો હતો, જો કે હવે ફરી એક વખત તે આદેશ આવ્યો છે જેમાં વિદ્યાર્થીઓને વિરોધ પ્રદર્શન કરવા પર પ્રતિબંધ મૂકવાનું કહેવાય છે. આ બિલકુલ ખોટું છે કારણ કે અમારી માંગણીઓ માટે આંદોલન કરવું એ અમારો બંધારણીય અધિકાર છે.


માર્ચમાં પણ આદેશ કરાયો હતો


ઉલ્લેખનિય છે કે જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં માર્ચ મહિનામાં પણ આ નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જેમાં કેમ્પસમાં વિરોધ કરવા પર વિદ્યાર્થીઓને 20,000 રૂપિયાનો દંડ અને હિંસા કરવા બદલ તેમનો પ્રવેશ રદ થઈ શકે છે અથવા 30,000 રૂપિયાનો દંડ થઈ શકે છે. ત્યારે આ મામલે વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર દેખાવો કર્યા હતા. બાદમાં તેને પણ પાછી ખેંચી લેવામાં આવ્યો હતો પરંતુ આજે ફરી JNUમાં નવો આદેશ જારી કરવામાં આવ્યો છે, જે બાદ વિદ્યાર્થી સંગઠનોમાં નારાજગી જોવા મળી રહી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?