મોટા સમાચાર, કર્મચારીઓના પગાર પંચ-ભથ્થા સહિતની 15 માગણીઓ સ્વીકારી, આંદોલન સમેટાઈ શકે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-16 19:24:23


ગુજરાતની ભાજપ સરકાર સામે વિધાનસભા ચૂંટણી ટાણે જ લોકજુવાળ જોવા મળી રહ્યો છે. સરકારી કર્મચારીઓ, ખેડૂતો, એક્સ આર્મીમેન,બેરોજગારો, પંચાયત આરોગ્યકર્મીઓ અને આંગણવાડી બહેનો તેમની વિવિધ માગણીને લઈને આંદોલનો કરી રહ્યા છે. હજારોની સંખ્યામાં સરકારી કર્મચારીઓ હાલમાં ગાંધીનગર ખાતે એકઠા થયા છે. આ કારણે સરકારની ચિંતા વધી છે અને સરકાર કોઈ પણ ભોગે અસંતોષની આગને ઠારવા પ્રયાસો કરી રહી છે.  જૂની પેન્શન યોજના તેમજ સાતમાં પગાર પંચ અને અન્ય ઘણી પડતર માગણીઓને લઈ રાજ્યનાં 6 લાખ જેટલા સરકારી કર્મચારીઓ આવતીકાલે માસ સીએલ પર ઉતરી જવાના હતા કર્મચારીઓના આ પગલાથી હરકતમાં આવેલી રાજ્ય સરકારે કર્મચારીની 15 માંગો પર નિર્ણય લેવા હકારાત્મક વલણ દર્શાવ્યું છે. સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીની પત્રકાર પરિષદ કરી કહ્યું છે કે સરકારી કર્મચારીની 15 માંગો પર નિર્ણય લેવામાં આવ્યો છે. જૂની પેન્શન યોજનાને લગતી અમુક માંગણીઓ સ્વીકારી લેવામાં આવી છે. વર્ષ 2005 પહેલા ભરતી થયેલાને જૂની પેન્શન અને ભારત સરકારનો વર્ષ 2009નો કુટુંબ પેન્શન યોજનાનો ઠરાવ સરકારે સ્વીકાર્યો છે. તો બીજી તરફ કર્મચારીઓએ તેમની માંગણી સંતોષાતા માસ સીએલનો કાર્યક્રમ મોકૂફ રાખ્યો છે. કર્મચારીઓએ સરકારની અપીલને સ્વિકારી છે. 



સરકારે કર્મચારીઓની કઈ માંગણી સ્વીકારી


જૂની પેન્શન યોજનાનો ઠરાવ સ્વીકારવાની ઘોષણા

2005 પહેલા કર્મીને જૂની પેન્શન યોજનાનો લાભ

કુટુંબ પેન્શન યોજનાના ઠરાવને સ્વીકારાયો

તમામ કર્મચારીને 7માં પગાર પંચનો લાભ મળશે

રહેમરાહે નિમાયેલ તમામ કર્મચારીની નોકરી સળંગ ગણવી

મેડીકલ ભથ્થૂ 300 થી વધારી સાતમા પગાર પંચ મુજબ 1 હજાર અપાશે

કર્મચારીના મૃત્યુના કેસમાં પરિવારને મળતી સહાય 8 લાખથી વધારીને 14 લાખ

અગાઉ કર્મચારીના મોતના કેસમાં 8 લાખની સહાય અપાતી હતી

45 વર્ષના કર્મચારીઓને ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અપાશે

ખાતાકીય પરીક્ષામાં 5 વિષયને બદલે 3 વિષયની પરીક્ષા

અંગ્રેજી ભાષાનું પેપર રદ્દ કરવામાં આવ્યું

CCC પરીક્ષાની મુદ્દત વધારીને ડિસેમ્બર 2024 કરાઇ

જૂથ વિમા અંગેની નિર્ણય કરવામાં આવ્યો 

કર્મચારીઓને નિવૃત્તિ વખતે કોમ્યુટેડ પેન્શનના વ્યાજના દરમાં તથા મુદતમાં ઘટાડો કરવો. 

વ્યાજ દરમાં ઘટાડા સાથે 15 વર્ષના 180 હપ્તાના બદલે 13વર્ષના 156 હપ્તા કરવામા આવ્યા

પૂર્વ સેવા તથા ખાતાકીય પરીક્ષામાં 60%એ મુક્તિ દૂર કરી 50%એ પાસના બદલે 40%એ પાસ




સંયુક્ત કર્મચારી મોરચાના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કહ્યું કે, મહત્વના 15 પ્રશ્નો અમે રજૂ કર્યા હતા.  જૂની પેંશનની અમારી માંગણીઓ હતી.  2005 પહેલાના કર્મચારીઓને જૂની પેંશનનો લાભ મળે છે,  આજે પણ અમારી 2005 બાદના કર્મચારીઓને જૂની પેંશન સ્કીમનો લાભ મળે તે માગણી છે. ઉચ્ચતર પગારનો લાભ આપવાનો નિર્ણય લેવાયો છે.  સરકારી કર્મચારીઓને 8 લાખનો લાભ મૃત્યુ બાદ મળતો તે 14 લાખ કરાયો છે. જો કે, જૂની પેંશન સ્કીમ લાગું કરવાની માગણી હજુ સુધી નથી સ્વીકારી. માસ સીએલની હડતાલ મોકૂફ રખાય છે.




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?