જીતુ વાઘાણી એ કહ્યું "AAP નો અસલી ચહેરો ખુલ્લો પડ્યો "


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-07 21:03:09

દિલ્હી કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની ઉપસ્થિતિમાં હજારો લોકો દ્વારા રામ અને કૃષ્ણને ભગવાન માનવા શપથ લેતા વિડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. ભાજપએ વિડિયો દ્વારા ઘેરવાનો પ્રયાસ કર્યો ગુજરાતમાં પણ ભાજપે બાબતને મુદ્દો બનાવી AAPને ઘેર્યું છે.

 

આપ પર કર્યા પ્રહાર !!!

અંગે જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદ આયોજિત કરીને કહ્યું આમ આદમી પાર્ટીના નેતા માત્ર ધર્માંતરણના કાર્યક્રમમાં હાજર રહે છે પરંતુ હિંદુ દેવી દેવતાઓને પુજીશું નહી તેવા શપથ પણ લેવડાવે છે. આમ આદમી પાર્ટીની હિન માનસિકતા છતી કરે છે. જે પ્રકારે હિંદુ દેવી દેવતાઓનું અપમાન કરવામાં આવ્યું છે તે ગુજરાતીઓ સહન નહી કરે.

વધુમાં તેમણે આક્ષેપ લગાવતા કહ્યું હું ચેતવણી આપુ છું કે હિંદુ સમાજની અગ્નિ પરિક્ષા લેવાનું બંધ કરો. કેજરીવાલનો નાટકીય ચહેરો ખુલ્લો પડ્યો છે. નાટક કંપનીએ અત્યાર સુધી મંત્રી પર કોઇ પગલા નથી લીધા.તે તેના ઇરાદો સ્પષ્ટ કરે છે. ભુતકાળમાં પણ કાશ્મીર ફાઇલમાં પંડિતો વચ્ચે, તોફાનોમાં તમારા મંત્રીઓ સંડોવાયેલા છે. ટુકડે ટુકડે ગેંગને પણ તમે સપોર્ટ કર્યો છે. તમારા આચરણ અને વ્યવહારમાં બંન્નેમાં વસ્તું છે તમારા ચાવવા અને બતાવવાના બંન્ને દાત ખુલ્લા પડ્યા છે. નેતા વિરુદ્ધ કડકમાં કડક પગલા તમારામાં હિંમત હોય તો લો.

 

દિલ્હીમાં ધર્માંતરણના કાર્યક્રમ

ધર્માંતરણનો અવડો મોટો કાર્યક્રમ થાય અને દિલ્હીમાં આયોજિત થાય છે રાજધાનીમાં આવા કાર્યક્રમ થાય તે બાબત શરમજનક છે જાહેરમાં પ્રકારના શપથો વખતે બંધારણીય શપથ લીધા હોય તેવી વ્યક્તિ હાજર રહે તે હિંદુ સમાજનું અપમાન કરીને તેના પર થુંકવાનુ પાપ કર્યું છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?