જીગ્નેશ મેવાણીની ચિંતા વધી ..
ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે અને અત્યારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જીગ્નેશ મેવાણીની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. મહેસાણાથી ધાનેરા આઝાદી કૂચ યાત્રા મુદ્દે થયેલી ફરિયાદમાં મહેસાણા કોર્ટે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી સહિત 10 આરોપીઓને ચાર મહિના પૂર્વે કરેલી ત્રણ માસની સજામાં વધારો કરવા સરકારી વકીલે મહેસાણા સેશન્સ કોર્ટમાં અપીલ કરતાં સમગ્ર મામલો પુનઃ ચર્ચાસ્પદ બન્યો છે.
જીગ્નેશ મેવાણીની આગેવાનીમાં 2017માં આઝાદી કુંચ યાત્રા નિકળિ હતી. આ યાત્રા મંજૂરી વિના યોજાઈ હતી. આ કેસ અંતર્ગત જીગ્નેશ મેવાળી સહિત 10 લોકોને મહેસાણા જ્યુડિશિયલ કોર્ટે ગત 5 મે 2022ના રોજ ત્રણ મહિનાની સજા ફટકારી હતી. ત્યારે જીગ્નેશ
સહિત લોકોને નિર્દોષ છોડવામાં આવ્યા હતા. હવે આ મામલે કોર્ટમાં 15 ઑક્ટોમ્બરે સુનવણી
કરશે.