દલિતો પર અત્યાચાર થવાના બનાવો સતત વધતા જઈ રહ્યા છે. દલિતોને ન્યાય મળે તે માટે એક્ટ્રોસિટી એક્ટ પણ ઘડવામાં આવ્યો છે. દલિતો પર અત્યાચાર કરનાર વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તે માટે જીજ્ઞેશ મેવાણીએ માગ કરી છે. મોરબીથી એક ઘટના સામે આવી હતી જેમાં દલિત યુવાન પગાર માગવા માટે ગયો ત્યારે તેને મારવામાં આવ્યો અને જુતું ચટાડવામાં આવ્યા. આ ઘટના સામે આવ્યા બાદ જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.
દલિતો પર થતા અત્યાચાર પર બોલ્યા જીજ્ઞેશ મેવાણી
જીજ્ઞેશ મેવાણીએ વીડિયો શેર કર્યો છે જેમાં તેમણે દલિતો પર થયેલા અત્યાચાર અંગે વાત કરી હતી. ગુજરાતમાં દલિતો પર અત્યાચારના કિસ્સાઓ વધી રહ્યા છે પરંતુ કાર્યવાહીના રૂપે કઈ નથી કરવામાં આવી રહી. મોરબીમાં બનેલી ઘટનામાં દોષિત વિરૂદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માગ કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ રાજસ્થાન અને ગુજરાતમાં દલિતોમાં પર થતા અત્યાર વિરૂદ્ધ થતી કાર્યવાહીની પણ વાત કરી હતી. જીજ્ઞેશ મેવાણીએ કહ્યું દરેક ચૂંટણીમાં દલિતો પ્રત્યે પ્રેમ દર્શાવનાર નાટકબાજ મોદીજી રાજસ્થાનમાં કોંગ્રેસ સરકારને દલિત વિરોધી બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ભાજપ સરકાર દલિતોના સ્વાભિમાન સાથે રમત કરે છે - મેવાણી
પરંતુ તેમના ગુજરાતમાં શું થઈ રહ્યું છે તે જુઓ. રાજ્યના મોરબી જિલ્લામાં એક દલિત યુવકે જ્યારે બાકીના 15 દિવસના પગારની માંગણી કરી ત્યારે કંપનીના માલિકે તેને તેના ચંપલ ચાટવા અને મોઢામાં ચપ્પલ ભરાવી દીધા. વિકાસની મોટી મોટી બડાઈઓ કરતી ગુજરાતની ભાજપ સરકાર દલિતોના સ્વાભિમાન સાથે રમત કરે છે તેની પરવા નથી, તેઓ માત્ર મોટી મોટી વાતો અને નાટક કરે છે.
શું હતો સમગ્ર મામલો?
ગુજરાતના મોરબી જિલ્લામાંથી એક એવી ઘટના આવી છે જેની ચર્ચા થઈ રહી છે. એવો આરોપ છે કે વેપારી મહિલાએ પોતાના દલિત કર્મચારી પર હુમલો કર્યો છે. તેને બળજબરીથી ચપ્પલ મોઢામાં મુકી દેવાયા અને ચપ્પલ મોઢામાં મુકીને માફી માંગવા કહ્યું. દલિત કર્મચારીએ તેની પાસે તેનો બાકી પગાર માંગ્યો હતો. પરંતુ વેપારી મહિલાએ અન્ય કર્મચારીઓ સાથે મળીને તેને માર માર્યો હતો.