ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે... પરષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલું નિવેદન... પરષોત્તમ રૂપાલાનો વિરોધ રાજ્યના અનેક ભાગોમાં કરવામાં આવ્યો.. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. તેમની સભામાં ક્ષત્રિય સમાજના લોકો આવી જાય છે અને ભાજપ તેમજ પરષોત્તમ રૂપાલા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરે છે.... જામનગરથી આવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે.. ત્યારે અનેક ક્ષત્રિય મહિલાઓ નિવેદનના વિરોધમાં ઉપવાસમાં બેઠા હતા ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ ઉપવાસ કરી રહેલા મહિલાઓને પારણા કરાવ્યા હતા...
ભાજપના અનેક નેતાઓને કરવો પડ્યો છે વિરોધનો સામનો
ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણ ગરમાઈ રહ્યું છે.. એક તરફ પ્રચાર કરવા માટે પાર્ટીના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી રહ્યા છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગોમાં ક્ષત્રિય સમાજ દ્વારા પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક જગ્યાઓથી વિરોધના દ્રશ્યો સામે આવ્યા છે. મુખ્યત્વે જામનગરથી આવા દ્રશ્યો સામે આવ્યા છે. પરષોત્તમ રૂપાલાને કદાચ એટલા વિરોધનો સામનો નથી કરવો પડ્યો જેટલા વિરોધનો સામનો ભાજપના બીજા અનેક નેતાઓને, ઉમેદવારોને કરવો પડ્યો છે..
જીજ્ઞેશ મેવાણીએ સરકાર પર કર્યા પ્રહાર
પરષોત્તમ રૂપાલાના નિવેદનનો વિરોધ અનેક ક્ષત્રિય મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. રૂપાલાના નિવેદનના પગલે જામનગરમાં ક્ષત્રિય સમાજની અનેક મહિલાઓ દ્વારા ઉપવાસ કરવામાં આવ્યો હતો.. લાંબા સમયથી ઉપવાસ પર બેઠેલી મહિલાઓને મળવા વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી પહોંચ્યા હતા અને તેમના પારણા કરાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણીએ પ્રતિક્રિયા પણ આપી છે જેમાં તેમણે ભાજપ પર અનેક પ્રહારો કર્યા છે... પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે જો દિલ્હીના કિસાન આંદોલનમાં અનેક ખેડૂતોના મોત થયા હતા ત્યારે સરકારના પેટનું પાણી નહોતું હલ્યું તો સરકાર તમારું પણ નહીં સાંભળે .પણ આપણે આપણો આંદોલનનો કાર્યક્રમ ચાલુ રાખીએ. ઉપવાસ ન કરતા પોતાના શરીરને તકલીફ ન આપતા માત્ર ધરણાનો કાર્યક્રમ ચાલુ રાખીએ...
વિવાદને શાંત કરવા ભાજપ કરી રહી છે સંભવ પ્રયાસ
મહત્વનું છે કે પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલતા વિવાદને શાંત કરવા માટે ભાજપ દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.. ડેમેજ કંટ્રોલ કરવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભાજપ દ્વારા કરવામાં આવતા પ્રયાસો સફળ જશે કે કેમ તે જોવું રહ્યું..