જીયા ખાન આત્મહત્યા કેસનો કાલે આવશે ચુકાદો, અભિનેતા સુરજ પંચોલી છે મુખ્ય આરોપી


  • Published By :
  • Published Date : 2023-04-27 18:10:44

નિ:શબ્દ ફિલ્મથી પોતાની કરિયર શરુ કરનારી જીયા ખાને માત્ર પચીસ જ વરસની ઉંમરે આ દુનિયામાંથી ચૂપચાપ વિદાય લઇ લીધી હતી. બોલિવુડ અભિનેત્રી જીયા ખાનનો મૃતદેહ 3 જૂન 2013ના રોજ તેના ફ્લેટમાંથી મળી આવ્યો હતો. જીયા ખાનની આત્મહત્યા બાદ તેના ઘરમાંથી તેની સ્યુસાઈટ નોટ પણ મળી આવી હતી. આ ઘટના બાદ બોલિવુડમાં ખળભળાટ મચી ગયો હતો. 


સૂરજ જિયા સાથે ગેરવર્તન કરતો હતો


તાજેતરમાં જ જિયા ખાનની માતાએ જ્યારે સીબીઆઈ કોર્ટમાં નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સૂરજ જિયાનું શારીરિક અને શાબ્દિક રીતે શોષણ કરતો હતો. તેમણે એમ પણ કહ્યું કે પોલીસ અને સીબીઆઈ બંનેએ આ સાબિત કરવા માટે કોઈ પુરાવા એકત્ર કર્યા નથી.


સુરજ પંચોલી મુખ્ય આરોપી


જીયા ખાન આત્મહત્યા કેસમાં ફિલ્મ અભિનેતા અને જીયા ખાનના બોયફ્રેન્ડ સુરજ પંચોલી મુખ્ય આરોપી છે. તેના પર અભિનેત્રીને આત્મહત્યા માટે ઉશ્કેરવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે 20 એપ્રીલે સીબીઆઈના સ્પેશિયલ જજ એએસ સૈયદે બંને પક્ષોની છેલ્લી દલીલો સાંભળ્યા બાદ આગામી સુનાવણી સુધી તેમનો ચુકાદો અનામત રાખ્યો હતો. હવે જીયા ખાન મામલે સીબીઆઈની સ્પેશિયલ કોર્ટ આવતી કાલે એટલે કે 28 એપ્રીલ સવારે 10.30 વાગ્યે પોતાનો ચુકાદો સંભળાવશે.    


કોર્ટે માતા રાબિયાની અરજી ફગાવી હતી


દિવંગત અભિનેત્રી જીયા ખાનની માતા રાબિયા ખાને પણ આ કેસમાં સૂરજ પંચોલી પર આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ, સૂરજ પંચોલીની 10 જૂન 2013 ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને બે અઠવાડિયાથી વધુ કસ્ટડીમાં ગાળ્યા પછી જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી જુલાઈ 2014માં મામલો સીબીઆઈ પાસે ગયો. જીયાની માતાએ પણ કહ્યું હતું કે આ હત્યા નહીં પરંતુ આત્મહત્યા હતી. આ પછી, બોમ્બે હાઈકોર્ટે ગયા વર્ષે આ મામલે નવેસરથી તપાસની માંગ કરતી તેમની અરજીને ફગાવી દીધી હતી.



અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...

મણિપુરમાં આટલા સમય બાદ પણ શાંતિ નથી સ્થપાઈ..... અનેક લોકોના મોત આ હિંસામાં થઈ ગયા છે.. શનિવારે ફરી ત્યાં હિંસા ફાટી નીકળી હતી જેમાં પણ લોકો મોતને ભેટ્યા છે.... મણિપુરને લઈ સરકાર પર નિશાન સાધવામાં આવી રહ્યું છે...

નવેમ્બર આવ્યો તો પણ કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો નથી.. બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે... ગાંધીનગરનું તાપમાન સૌથી ઓછું નોંધાયું હતું.. અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર ડિસેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ શકે છે...