ટેક્નોલોજી જેટલી વિકસીત થતી ગઈ તેમ તેમ આપણે ટેક્નોલોજીને આધીન થઈ ગયા. ટેક્નોલોજીના જેટલા ફાયદા છે તેટલા ગેરફાયદા પણ છે. ઘણા એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં ટેક્નોલોજી પ્રાણઘાતક સાબિત થઈ છે. દરરોજ આપણે આવવા જવા માટે લિફ્ટનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પહેલા માળે પણ જો આપણે જવું હોય તો કદાચ આપણામાંથી અનેક લોકો એવા હશે જે લિફ્ટનો ઉપયોગ કરતા હશે. ત્યારે એક કિસ્સો ઝારખંડથી સામે આવ્યો છે જેમાં એક યુવકે લિફ્ટનું બટન દબાવ્યું, દરવાજો ખુલ્યો અને તે 40 ફૂટ નીચે પટકાયો કારણ કે લિફ્ટ આવી ન હતી.
લિફ્ટ ન આવતા યુવકનો જીવ ગયો
જો તમે પણ લિફ્ટનો ઉપયોગ કરો છો તો સાવધાન થઈ જજો કારણ કે જે દુર્ઘટના વિશે અહીં વાત થઈ રહી છે તે કદાચ તમારી સાથે પણ સર્જાઈ શકે છે. ઝારખંડમાં લિફ્ટનો ઉપયોગ યુવકના મોતનું કારણ બન્યું. આ ભયાનક અકસ્માત રાંચીના ચૂટિયા પોલીસ સ્ટેશન વિસ્તારના અનંતપુર સ્થિત સમૃદ્ધિ એન્ક્લેવ એપાર્ટમેન્ટમાં બન્યો છે. બટન દબાવ્યા બાદ લિફ્ટનો ગેટ ખુલ્યો પરંતુ લિફ્ટ ન આવી. યુવાન ઉતાવળમાં હતો જેને કારણે તેણે જોયું નહીં કે લિફ્ટ આવી છે કે નથી આવી. યુવકે માની લીધું કે દરવાજો ખુલ્યો એટલે લિફ્ટ આવી જ ગઈ હશે. કદાચ આપણે પણ ઘણી વખત આવું માની લેતા હોઈશું. પરંતુ જો તમે પણ આવું માનો છો તે ચેતી જજો...
ઘટના બાદ ફ્લેટના લોકોએ આપી પ્રતિક્રિયા
લિફ્ટમાં ઉતર્યો ત્યારે તે સીધો 40 ફૂટ નીચે પડ્યો હતો. યુવકનું નામ શૈલેન્દ્ર કુમાર શ્રીવાસ્તવ હતું ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થતા તરત તેને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પણ કમનસીબે તેમનો જીવ ન બચ્યો. ચોથા માળે દરવાજો તો ખુલ્યો પરંતુ લિફ્ટ તો ગ્રાઉન્ડ ફ્લોર પર જ હતી. જેને કારણે તે યુવક ચોથા માળેથી પટકાયો. આ દુર્ઘટના બાદ બિલ્ડિંગના લોકોએ કહ્યું જાળવણીના અભાવે બિલ્ડીંગની લિફ્ટ દરરોજ ખરાબ થતી હતી પરંતુ, કોઈ સાંભળતું ન હતું. તેમણે આ ઘટના માટે સંચાલકોને જવાબદાર ઠેરવ્યા છે. આ કરૂણ અકસ્માતના સમાચારથી સમગ્ર બિલ્ડીંગના લોકો ડરી ગયા છે.
લિફ્ટનો દરવાજો ખુલે તો લિફ્ટ આવી કે નહીં તેનું રાખો ધ્યાન
પણ આ કેટલી ગંભીર ઘટના છે બિલ્ડીંગના લોકો મેન્ટેનન્સના નામે હજારો રૂપિયા લે અને એવું મેન્ટેઈન કરે? આપણા દેશમાં જે ઇમર્જન્સીના સાધનો જરૂર પડે ત્યારે કામ આવતાજ નથી માણસ ક્યારે કલ્પના પણ કરી શકે કે ભાઈ લિફ્ટનું બટન દાબ્યું છે અને લિફ્ટ નહિ આવે તો આવી ઘટના બાદ તમે ધ્યાન રાખજો લિફ્ટની રાહ જોઈને પહેલા જોજો જે લિફ્ટ આવી કે નહિ. અનેક વખત કદાચ આપણે પણ મોબાઈલમાં મોઢું નાખીને લિફ્ટની અંદર જતા રહેતા હોઈશું. ટેક્નોલોજીનો ઉપયોગ આપણે એ હદે કરી રહ્યા છીએ કે ટેક્નોલોજીને આધીન આપણે થઈ ગયા છીએ.