ઝારખંડ: હેમંત સોરેનની 7 કલાકની પૂછપરછ બાદ EDએ કરી ધરપકડ, ચંપઇ સોરેન બનશે નવા CM


  • Published By :
  • Published Date : 2024-01-31 21:23:33

ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડને લઈને થઈ રહેલી અટકળો પર આજે પૂર્ણવિરામ લાગી ગયું છે. કથિત જમીન કૌંભાંડમાં ઈડીની પૂછપરછથી ભાગતા હેમંત સોરેનની આજે રાંચીમાં ઈડીના અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. ન્યૂઝ 18ના રિપોર્ટ મુજબ 7 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ પણ ઈડી સોરેનના જવાબોથી સંતુષ્ટ ન થતાં ઈડીએ તેમની ધરપકડ કરી લીધી છે. ત્યાર બાદ  હેમંત સોરેન રાજભવન પહોંચ્યા હતા અને મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે અને તેમના સ્થાને ચંપઈને મુખ્યમંત્રી બનાવવાની ભલામણ કરી છે. ચંપઈ સોરેન રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. 


ચંપઈ સોરેન નવા સીએમ


ચંપઈ સોરેનને ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ અંગે વધુ માહિતી આપતા ઝારખંડ મુક્તી મોરચા(JMM)ના નેતા રાજેશ ઠાકુરે જણાવ્યું હતું કે ચંપઈ સોરેનના નામ પર સર્વસંમતિ સધાઈ છે. શાસક પક્ષના તમામ ધારાસભ્યોએ ચંપઈ સોરેનને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. આ અંગે બન્ના ગુપ્તાએ કહ્યું હતું કે અમે ચંપઈ સોરેનને  ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કર્યા છે.


રાંચીમાં કલમ 144 લાગુ 


હેમંત સોરેનની ધરપકડ બાદ રાંચીના ઘણા વિસ્તારોમાં કલમ 144 લાગુ છે. સીએમ આવાસ, રાજભવન, બીજેપી ઓફિસ સહિત રાંચીના વિવિધ વિસ્તારોમાં પણ સુરક્ષા વધારી દેવામાં આવી છે. ત્યાં માઈકીંગ પણ કરવામાં આવી રહ્યું છે.



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે