Jharkhand : પતિ સાથે Spainથી ભારત ફરવા આવેલી મહિલા પર થયો ગેંગરેપ! આટલા લોકો વિરૂદ્ધ પોલીસે લીધા એક્શન.. જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-04 12:58:32

જેમ અનેક ભારતીયો વિદેશમાં ફરવા જતા હોય છે તેવી જ રીતે ભારતની મુલાકાતે પણ અનેક વિદેશી લોકો આવતા હોય છે. જ્યારે કોઈ વિદેશી યાત્રી ભારત આવે છે ત્યારે આપણી ફરજ બની જાય છે કે પોતાના દેશ જ્યારે પરત ફરે ત્યારે ભારતની સારી છબી લઈને જાય. ભારતની પાસે પોતાની સંસ્કૃતિનો વારસો છે, એવી સંસ્કૃતિ છે જ્યાં આપણે સ્ત્રીને માતાજીનું રૂપ માનવામાં આવે છે પરંતુ થોડા દિવસ પહેલા ઝારખંડથી જે સમાચાર સામે આવ્યા તે દરેક ભારતીયને શર્માવી દે તેવા છે. સ્પેનથી પતિ સાથે ભારત ફરવા આવેલી મહિલા ઝારખંડના દુમકા પહોંચી હતી અને ત્યાં તેની સાથે 8થી 10 જેટલા લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી અને પોલીસે આ મામલે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

        



8થી 10 લોકોએ સ્પેનથી આવેલી મહિલા પર આચર્યું દુષ્કર્મ! 

આપણે ત્યાં કહેવાય છે "યત્ર નાર્યસ્તુ પૂજ્યતે રમન્તે તત્ર દેવતા" અર્થાત જ્યાં નારીનું સન્માન થાય છે, નારીને માન આપવામાં આવે છે ત્યાં દેવતાઓનો વાસ હોય છે. આપણી સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિનું રૂપ માનવામાં આવે છે. પરંતુ આપણો સમાજ કઈ દિશા તરફ આગળ વધી રહ્યો છે તે એક પ્રશ્ન છે. પ્રતિદિન બળાત્કારના કિસ્સામાં વધારો જોવા મળી રહ્યો છે. નાની નાની બાળકીઓને લોકો પોતાના હવસનો શિકાર બનાવી રહ્યા છે. ત્યારે ઝારખંડથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સ્પેનથી આવેલા મહિલા પર 8થી 10 લોકોએ સામુહિક બળાત્કાર કર્યો. જે મહિલા પર આ કૃત્ય કરવામાં આવ્યું છે તે વિદેશથી આવી હતી ભારત ફરવા માટે પોતાના પતિ સાથે આવી હતી.


પોલીસે આ મામલે શરૂ કર્યો તપાસનો ધમધમાટ!

મળતી માહિતી અનુસાર આ ઘટના હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારની છે. સ્પેનથી ભારતની મુલાકાતે આવેલી મહિલા પર 8થી 10 લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના શુક્રવારની છે. પાકિસ્તાનથી બાંગ્લાદેશ અને પછી બાંગ્લાદેશ થઈને ઝારખંડના દુમકા તે પહોંચ્યા હતા. હંસદિહા પોલીસ સ્ટેશન વિસ્તારના કુંજી ગામમાં તંબુઓમાં રોકાયા હતા જ્યાં સ્પેનની મહિલા સાથે આવું કૃત્ય થયું. મળતી માહિતી અનુસાર પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ થરૂ કરી દીધો છે. અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે એફઆઈઆર દર્જ કરી છે. 


ભારતની છબી સારી લઈને જાય તે જવાબદારી આપણી!

મહત્વનું છે કે આપણે ત્યાં મહેમાનને ભગવાનનું રૂપ માનવામાં આવે છે. "અતિથિ દેવો ભવ"ની સંસ્કૃતિ છે આપણે ત્યા. જ્યારે કોઈ વિદેશથી મહેમાન ભારત ફરવા આવે છે ત્યારે આપણે તેમને એવી રીતે માન આપવું જોઈએ જાણે તે આપણા મહેમાન હોય. જ્યારે કોઈ ભારતનું મહેમાન બને છે ત્યારે તે ભારતની સારી છબી લઈને પોતાના મનમાં જાય તે જવાબદારી આપણી છે.               




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?