અમદાવાદમાં મોડી રાત્રે 3.50 કરોડના દાગીનાની લૂંટ


  • Published By :
  • Published Date : 2022-11-08 12:14:35

અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે લૂંટની મોટી ઘટના બની હતી. જેથી અમદાવાદ પોલીસ દોડતી થઈ હતી. અમદાવાદના શાહપુરમાં કરોડો રૂપિયાના સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. સેક્ટર 1 નીરજ બડગુજર સહિત ક્રાઈમબ્રાંચની ટીમ દોડી આવી હતી.


6 કિલો સોનાની દાગીનાની લૂંટ 

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શાહપુર મેટ્રો સ્ટેશન પાસે બની લૂંટની ઘટના બની હતી. અંદાજે 3.5 કરોડની કિંમતના 6 કિલો સોનાના દાગીનાની લૂંટ થઈ હતી. એસ એસ તીર્થ ગોલ્ડના બે કર્મચારીઓ એક્ટિવા પર સવાર થઈને નીકળ્યા હતા. પરાગ અને ધર્મેશ નામના બે કર્મચારીઓને બાઈક સવાર 2 લૂંટારુઓએ શિકાર બનાવ્યા હતા. કર્મચારીઓ બપોરે સીજી રોડ રોડથી નીકળી નરોડા, નિકોલ અને બાપુનગર થઇને શાહપુર તરફ આવ્યા હતા. એક્ટિવાની આગળ મુકેલી 2 પૈકી 1 બેગ લૂંટીને લૂંટારુઓ ફરાર થયા હતા.


લૂંટ થયા બાદ કર્મચારીઓએ પીછો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ લૂંટારુઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા. માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો. જેના બાદ પોલીસ દોડતી થઈ હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ હતી. હાલ પોલીસે ઘટનાસ્થળ આસપાસના cctv ફૂટેજની પણ તપાસ શરૂ કરી છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...