જેતપુર સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું, આત્મહત્યાનું કારણ અકબંધ


  • Published By :
  • Published Date : 2023-09-06 19:20:51

રાજ્યના લોકોના જાનમાલની રક્ષા કરનારા તથા કાયદો અને વ્યવસ્થા જાળવી રાખનારા પોલીસકર્મીઓમાં આત્મહત્યાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. જેતપુર પોલીસ ક્વાર્ટરમાં મહિલા કોન્સ્ટેબલે ફાંસો ખાઈને આપઘાત કરતા અરેરાટી મચી ગઈ છે. મૃતક મહિલા કોન્સ્ટેબલ જેતપુર સિટી પોલીસ સ્ટેશનમાં છેલ્લા બે વર્ષથી ફરજ બજાવતા હતા. મહિલા પોલીસના આપઘાતને કારણે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે.  


ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું


જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયાએ આપઘાત કર્યો છે. તેમણે પોલીસ લાઈનમાં આવેલા પોતાના ક્વાર્ટરમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મહિલા કોન્સ્ટેબલ દયાબેન જસદણના શિવરાજપુરની વતની છે. કૉન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દયાબેન શંભુભાઈ સરિયા (25)એ આજે પોતાના પોલીસ ક્વાર્ટરમાં જ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો આજે સવારે દરવાજો ખટખટાવવા છતાં દયાબેને ખોલ્યો નહોતો. આખરે દરવાજો તોડીને અંદર જોતા દયાબેન ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતા જોવા મળ્યા હતા. જેથી તેમને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યાં હતા. પોલીસે ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે ખસેડી કેસની વધુ તપાસ કરી છે. આ બાબતની જાણ થતાં સિવિલ હોસ્પિટલ ખાતે દયાબેનના પરિવારજનો સહિત મિત્ર વર્તુળ એકઠું થઈ ગયું હતુ. જેના પગલે સિવિલ હોસ્પિટલમાં પણ પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 


અગમ્ય કારણોથી આપઘાત 


જેતપુર સીટી પોલીસ સ્ટેશનના મહિલા કોન્સ્ટેબલે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાની પ્રાથમિક વિગત બહાર આવી છે. મહીલા કોન્સ્ટેબલના આપઘાતની જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રોબેશન IPS કેશવાલા, Dysp સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસ લાઈનમાં મહિલા કોન્સ્ટેબલના આપઘાતની ઘટનાથી પોલીસ બેડામાં શોકની લાગણી છે. જેતપુર પોલીસે દયાબેનના આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવાની દિશામાં તપાસ હાથ ધરી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?