અસિત મોદીએ હાથ જોડીને માફી માંગવી જ પડશે, આ આત્મસન્માનની લડાઈ છે: જેનિફર મિસ્ત્રી


  • Published By :
  • Published Date : 2023-05-17 19:31:55

ટીવીના લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીનો કિરદાર નિભાવનારી અભિનેત્રી જેનિફર મિસ્ત્રી આજકાલ ખૂબ ચર્ચામાં છે. જેનિફર મિસ્રીએ શોના પ્રોડ્યુસર અસિત મોદી પર શારિરીક અને માનસિક શોષણનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે આ બધુ તેણે પૈસા માટે કર્યું નથી, પરંતું સત્ય માટે કર્યું છે. અસિત મોદી ઉપરાંત અન્ય બે લોકો પર શોષણનો આરોપ લગાવનારી જેનિફરે વધુમાં કહ્યું કે આ તેમના આત્મસન્માન અને ન્યાયની લડાઈ છે. 


આ ડિગ્નીટી અને સેલ્ફ રિસ્પેક્ટનો મામલો છે


મીડિયા રિપોર્ટસ મુજબ જેનિફર મિસ્ત્રીએ કહ્યું છે કે "એક ખુબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે હું આ બધુ પૈસા માટે નથી કરી રહી, હું આ બધુ એટલા માટે કરી છું કે જેથી સત્યનો વિજય થાય, તેમને એ સ્વિકારવું જ પડશે કે તેમણે મારી સાથે ખુબ જ ખરાબ કર્યું છે. તેમણે મારી માફી માંગવી જ પડશે. બંને હાથ જોડીને મારી માફી માગવી જ પડશે. તેમણે તે કહેવું જ પડશે મને માફ કરી દે આ ડિગ્નીટી અને સેલ્ફ રિસ્પેક્ટનો મામલો છે" 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?