ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી ભરતી મેળો જોવા મળી રહ્યો છે...છેલ્લા થોડા સમયની અંદર અનેક નેતાઓએ કેસરિયો ધારણ કરી લીધો છે.. ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે. ના માત્ર નારણ કાછડિયા પરંતુ ભાજપના અનેક નેતાઓ નારાજ હોય તેવું લાગી રહ્યું છે.
જેની ઠુંમરે આપી પ્રતિક્રિયા
છેલ્લા ઘણા સમયથી ભાજપમાં ચાલતા આંતરિક ડખા ખુલ્લીને સામે આવી રહ્યા છે. નેતાઓની નારાજગી જાણે ખુલ્લીને સામે આવી રહી છે. એક સમય એવો હતો જ્યારે કોંગ્રેસ માટે કહેવાતું હતું કે કોંગ્રેસમાં ડખા છે, વિખવાદ છે, કકળાટ છે તેવા દ્રશ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યા છે. આ બધા વચ્ચે કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા સામે આવી છે. જેનીબેન ઠુંમરે ભાજપમાં ચાલતા વિખવાદને લઈ પ્રતિક્રિયા આપી છે..
પક્ષપલટા બાદ બદલાઈ જાય છે નેતાના બોલ!
મહત્વનું છે કે જ્યારે પણ નેતા પક્ષપલટો કરતા હોય છે ત્યારે પ્રશ્ન થાય કે જે નેતાઓ માટે, જે પાર્ટી માટે અપશબ્દો બોલ્યા હોય, જેની ટિકા કરી હોય તે જ પાર્ટી માટે વિચારો અચાનક કેવી રીતે બદલાઈ જાય છે.. જે પાર્ટીના સારા કામો, જેમની યોજનાઓમાં ખામીઓ દેખાતી હોય તે અચાનક કેવી રીતે બદલાઈ જાય છે જ્યારે તે પાર્ટીનો ખેસ તે નેતા પહેરી લે છે.. ખેર આ તો રાજનીતિ છે.. રોજે નવા નવા ખેલ જોવા મળી રહ્યા છે...!