બિહારની રાજનીતિ પહેલેથી રોચક રહી છે. તેવામાં જેડીયુએ ભાજપ સામે પોલ ખોલ અભિયાન શરૂ કરી દીધું છે. આ અભિયાનમાં જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લનસિંહે ભાજપ પર હુમલો કર્યો હતો.
ભાજપ અનામત ખતમ કરી દેશેઃ જેડીયુ
લલ્લનસિંહે કહ્યું હતું કે બિહારમાં નાના વર્ગના લોકોને સરકારે 20 ટકા અનામત આપ્યું હતું. આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. મોદી સરકાર નવું ષડયંત્ર કરી રહ્યા છે અને આ વખતેની મનપાની ચૂંટણીમાં આરક્ષણ વ્યવસ્થા સમાપ્ત કરવાનો પ્લાન બનાવી રહી છે.
બિહાર મનપા ચૂંટણીમાં જીત માટે દબાવ
આ એ જ બિહાર સરકાર છે જે જાતિગત જનસંખ્યાની ગણતરી કરવા માટે કેન્દ્ર સરકારના પગ પૂજી રહી છે. જેડીયુએ લોકસભામાં આ મુદ્દાને ઉઠાવ્યો હતો. નીતિશ કુમાર તો જાતિગત ગણતરી કરવા માટે પ્રધાનમંત્રીને મળવા પહોંચી ગયા હતા. લલ્લનસિંહે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર જાણે છે કે જો બિહારમાં જાતિગત જનસંખ્યાની ગણતરી કરવામાં આવશે તો અનામતને લાગુ રાખવી પડશે. અહીં લાગી રહ્યું છે કે બિહાર સરકાર પોતાના ખર્ચે બિહારમાં જાતિગત જનસંખ્યાની ગણતરી કરાવશે. જેડીયુનું કહેવું છે કે તેઓ લોકો વચ્ચે જશે અને કેન્દ્ર સરકારની અનામત ખતમ કરવાના ષડયંત્રને લોકો સમક્ષ ખુલ્લું પાડશે.