દિવાળીના સમયે મચ્છુ નદી પર બનેલો ઝૂલતો બ્રિજ તૂટી પડ્યો હતો. મોરબીની આ હોનારતમાં 135 જેટલા લોકોના મોત થઈ ગયા હતા. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ કેસ ચાલી રહ્યો હતો. જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા છે. જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે. જયસુખ પટેલ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે.
જયસુખ પટેલની જામીનની અરજી કોર્ટે ફટકારી
મોરબીમાં દિવાળી દરમિયાન એક હોનારત બની હતી. ઝુલતો બ્રિજ તૂટી પડતા 135 જેટલા લોકએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. દિવાળીનો તહેવાર માતમમાં ફેરવાઈ ગયો હતો. ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલ વિરૂદ્ધ આ અંગે કાર્યવાહી કરવામાં આવી હતી. જયસુખ પટેલ જેલવાસ ભોગવી રહ્યા છે. અરજી માટે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ અનેક વખત તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે.
તબિયત લથડતા જયસુખ પટેલને હોસ્પિટલ ખસેડાયા!
જયસુખ પટેલે જામીન માટે આજે પણ અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. મોરબી સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટે અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે. જયસુખ પટેલ હવે હાઈકોર્ટના દ્વાર ખખડાવી શકે છે. એવી પણ માહિતી મળી રહી છે કે જયસુખ પટેલની તબિયત લથડી છે. છાતીમાં દુખાવો થવાને કારણે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.