જયેશ રાદડિયાએ લેઉવા પાટીદારોને આપ્યો ઠપકો, 'માયકાંગલા નેતાઓ ના સ્વીકારતા', Video વાયરલ


  • Published By :
  • Published Date : 2024-02-04 13:07:33

રાજકોટના જામકંડોરણામાં સૌરાષ્ટ્રના લેઉવા સમાજના શાહી સમૂહ લગ્નોત્સવ હાલમાં જ યોજાયો હતો. લેહુઆ પાટીદાર સમાજની લાડકડી દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ હાજરી આપી હતી. આ આઠમા શાહી સમૂહ લગ્નોત્સવમાં જયેશ રાદડિયાએ સમાજ સમક્ષ રોષ ઠાલવતું ભાષણ આપ્યુ હતુ. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ જાહેર મંચ ઉપર લેઉવા પટેલ સમાજને લઈ આક્રોશ ઠાલવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, 2024નું વર્ષ આવ્યું છતાં લેઉવા પટેલ સમાજને એક થવા માટે કહેવું પડી રહ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ પછી આટલા વર્ષે સમાજને હજી કોઈ સરદાર મળ્યા નથી. સમાજના આગેવાનને પાડી દેવાનું ચાલુ રાખશો તો 6-6 મહિને નેતા થતા નથી. જ્યારે માયકાંગલા આગેવાન તરીકે બેસે તો તેને ન સ્વીકારતા. તેવું ધારાસભ્ય જયેશ રાદડિયાએ કહ્યું હતું 


શું કહ્યું જયેશ  રાદડિયાએ?


જયેશ રાદડિયાએ જામકંડોરણા સમૂહ લગ્નમાં સમાજને લઈ નિવેદન એક મોટુ નિવેદન આપ્યુ હતું, જે ચર્ચાનો વિષય બન્યું છે. જયેશ રાદડિયાએ કહ્યું હતુ કે, જ્યારે સમાજની વાત આવે છે ત્યારે હું રાજકારણ કરતો નથી, અને કરવાનો પણ નથી, સમાજની વાત આવે ત્યારે રાજકારણ એકબાજએ રાખુ છું. સમાજનો આગેવાન આગળ આવે તો સ્વીકાર કરજો, સમાજના આગેવાનને પાડી દે તે લેઉવા પટેલ સમાજનો ના કહેવાય. સમાજ સંગઠિત નહીં થાય તો સમાજને કોઈ બચાવી નહીં શકે. સરદાર પટેલ બાદ બીજો કોઈ સરદાર સમાજને નથી મળ્યો, એ સમાજની કમનસીબી કહેવાય. જયેશ રાદડિયાએ વધુ હૂંકાર કરતાં કહ્યું કે, મજબૂત નેતા-આગેવાનને સ્વીકારજો માયકાંગલાને નહીં, ગમે તે વિસ્તાર કે ગામનો હોઈ કોઈપણ કામ હોઈ જામકંડોરણાના દરવાજા ખુલ્લા છે.


વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ


જયેશ રાદડિયાએ લેઉવા પટેલ સમાજને હાંકલ કરતા જણાવ્યું હતું કે, આટલા બધા જ્ઞાતિબંધુઓની હાજરીમાં હું કહું છું કે, રાજકીય માણસ શું? પણ સમાજની વાત આવે ત્યારે મારું રાજકારણ કાયમી માટે મેં એકબાજુ રાખ્યું છે. સમાજની વાત આવે ત્યારે રાજકારણ ક્યારેય નહીં. રાજકારણ કરવા પણ માગતો નથી. સમાજમાં રાજકારણ કર્યું નથી અને કરવા માગતા નથી. કોઈ રાજકારણ કરતા હોય એને પણ કહ્યું છે કે, સમાજની વાત આવે ત્યાં રાજનીતિથી એકબાજુ રહો. જે દિવસે અમારે ભરી પીવાનો સમય આવે તે દિવસે અમે ભરી પીવા તૈયાર છીએ. જેને લઈને આ વિડિઓ અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...