માફિયા જયેશ પટેલનું થશે પ્રત્યાર્પણ, લંડનની કોર્ટે હોમ સેક્રેટરીને કર્યો લેખિત આદેશ


  • Published By :
  • Published Date : 2023-04-02 17:25:22

હત્યા, હત્યાનું કાવતરું, ધાકધમકી, ખંડણી અને જમીન પચાવી પાડવા, આ છે ગુજરાતના ગેંગસ્ટર જયેશ પટેલ ઉર્ફે જયસુખનો પરિચય. પોતાના ગુનાથી જામનગરમાં આતંક ફેલાવ્યા બાદ દુબઈ થઈને લંડન પહોંચેલા આ ગેંગસ્ટર જયેશ પટેલને લાવવાનો રસ્તો સાફ થઈ ગયો છે. લંડનની જેલમાં બંધ જયેશ પટેલના પ્રત્યાર્પણને બ્રિટનની કોર્ટે મંજૂરી આપી છે. આગામી કેટલાક સપ્તાહમાં જયેશ પટેલ ગુજરાત પોલીસની પકડમાં આવી જશે. જયેશ પટેલના પ્રત્યાર્પણ સાથે ગુજરાતમાં નોંધાયેલા કેસોની સુનાવણી થશે. એવી પણ શક્યતા છે કે જયેશ પટેલના પ્રત્યાર્પણ સાથે તેના મદદગારોનો પણ પર્દાફાશ થશે, જેમાં નેતાઓ અને અધિકારીઓ હોવાની શક્યતા છે.


42 વર્ષની ઉંમરે 42 કેસ 


42 વર્ષીય જયેશ પટેલ વિરુદ્ધ જામનગરમાં 42 કેસ નોંધાયેલા છે. આમાં ઘણા કેસ જમીન કૌભાંડ સાથે જોડાયેલા છે. ગુજરાતમાં, જયેશ પટેલ વિરુદ્ધ ગુજરાત કંટ્રોલ ઓફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (GUJCOCA) હેઠળ પ્રથમ એફઆઈઆર નોંધવામાં આવી હતી. યુકેની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપ્યા બાદ જામનગર અને ગુજરાત પોલીસ આ મુદ્દે લંડન કોર્ટના સતત સંપર્કમાં છે. જયેશ પટેલ 2018માં જામનગરના જાણીતા વકીલ કિરીટ જોશીની હત્યા કરીને નકલી પાસપોર્ટ પર દુબઈ થઈને લંડન ભાગી ગયો હતો. 16 માર્ચ 2021ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તે લંડનની જેલમાં બંધ છે. 


પ્રત્યાર્પણનો કર્યો વિરોધ


તે સતત તેને ભારત ન મોકલવા વિનંતી કરતો હતો. તેણે કોર્ટમાં દલીલ કરી હતી કે જો તેનું પ્રત્યાર્પણ મંજૂર છે. તેથી તે ખૂબ જ શક્ય છે કે તે ત્યાંની પોલીસ દ્વારા ત્રાસ આપ્યા બાદ આત્મહત્યા કરી લે, કારણ કે તે એક ખાસ પ્રકારની બીમારીથી પીડિત છે, પરંતુ કોર્ટે તેનું બહાનું ફગાવી દીધું હતું અને પ્રત્યાર્પણને મંજૂરી આપી હતી અને કહ્યું હતું કે કોર્ટ એવું નથી માનતી કે ભારતમાં પોલીસ તેને હેરાન કરશે. પટેલના પ્રત્યાર્પણ પર 13 દિવસ સુધી સુનાવણી ચાલી. આ પછી પ્રત્યાર્પણનો નિર્ણય લેવામાં આવ્યો હતો.


હોમ સેક્રેટરીને કર્યો આદેશ


માફિયા ડોન જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે લંડનની કોર્ટે બ્રિટનના હોમ સેક્રેટરીને લેખિતમાં આદેશ આપ્યો છે. કોર્ટે 296 પાનાના આદેશમાં જયેશ પટેલના પ્રત્યાર્પણનો આદેશ કર્યો છે. લંડનમાં એશોઆરામની જિંદગી જીવતા જયેશ પટેલના પ્રત્યાર્પણ માટે દ્વારકાના એસપી નિતેશ પાંડે સતત પ્રયાસો કર્યા હતા.


દિપન ભદ્રેને સામ્રાજ્ય તોડ્યું


જામનગરમાં જયેશ પટેલની રંજાડ વધી જતા રાજ્ય સરકારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા આપીએસ દિપેન ભદ્રેનને જામનગર પોસ્ટિંગ કરી હતી. જામનગર એસપી બન્યા બાદ છ મહિનાની અંદર જ દિપન ભદ્રેને જયેશ પટેલ માટે કામ કરતા 16 લોકોને જેલના સળીયા પાછળ ધકેલીને તેની કમર તોડી નાખી હતી. હાલ ગુજરાત ATSમાં DIG તરીકે ફરજ બજાવતા દિપન ભદ્રેને જ જયેશ પટેલના પ્રત્યાર્પણ માટેની શરૂઆત કરી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?