ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ની અત્યંત પ્રભાવશાળી નાણા અને વાણિજ્યિક બાબતોની સમિતિના પ્રુમખ બનાવવામાં આવ્યા છે. આ સમિતિ ICC ના આયોજનો માટે બજેટની ફાળવણી અને સભ્ય દેશોને નાણાની વહેંચણીની કામગીરી નિભાવે છે. દેશના ગૃહ મંત્રી અમિત શાહના પુત્ર અને BCCIના સેક્રેટરી જય શાહની ICCના ફાયનાન્સ એન્ડ કોમર્સિયલ એફેર્સ કમિટીના હેડ તરીકે પસંદગી કરવામાં આવી છે.
BCCI Secretary Jay Shah elected as Head of the Finance and Commercial Affairs Committee of ICC (International Cricket Council): Sources
(File photo) pic.twitter.com/pWfuJhd1cP
— ANI (@ANI) November 12, 2022
ICCના તમામ સભ્યોએ કરી પસંદગી
BCCI Secretary Jay Shah elected as Head of the Finance and Commercial Affairs Committee of ICC (International Cricket Council): Sources
(File photo) pic.twitter.com/pWfuJhd1cP
ICCના તમામ સભ્યોએ જય શાહને ફાયનાન્સ એન્ડ કોમર્શિયલ અફેર્સ કમિટીના વડા તરીકે ચૂંટ્યા હતા. આ સમિતિના કામમાં સભ્ય દેશો વચ્ચે આવકની વહેંચણીનો પણ સમાવેશ થાય છે. આ સમિતિના વડા ICC બોર્ડના સભ્ય છે. એટલે કે જય શાહની ચૂંટણી સાથે એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે તેઓ ICC બોર્ડમાં BCCIનું પ્રતિનિધિત્વ કરશે. જય શાહ ક્રિકેટ આયર્લેન્ડના પૂર્વ અધ્યક્ષ રોસ મૈકુલમનું સ્થાન લેશે, તે થોડા દિવસમાં જ નિવૃત થવાના છે.