પોરબંદર: ચૂંટણીમાં સેવા માટે આવેલા IRB જવાનોએ એકબીજા પર ચલાવી ગોળી


  • Published By :
  • Published Date : 2022-11-26 22:55:46

પોરબંદરના નવી બંદર ખાતે ચૂંટણી બંદોબસ્ત માટે આવેલા ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે ગોળીબાર થયો હતો. ગોળીબારની અંદર 2 જવાનોના મોત થયા છે અને 2 જવાન ઈજાગ્રસ્તોને પોરબંદર શહેરની ભાવસિંહજી હોસ્પિટલ સારવાર માટે લઈ જવાયા હતા. 


અગમ્ય કારણોસર જવાનોએ એકબીજા પર ચલાવી ગોળી

નવી બંદર સાયક્લોન સેન્ટર પર ઈન્ડિયન રિઝર્વ બટાલિયનના જવાનો વચ્ચે ફાયરિંગ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોરબંદર શહેરની લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના લોકો પણ પહોંચી આવ્યા હતા. પોલીસે તપાસ કરી રહી છે કે જવાનો વચ્ચે ફાયરિંગ થયું તે કયા કારણથી થયું હતું. પ્રાથમિક રીતે લાગી રહ્યું છે ચૂંટણીની કામગીરી મામલે ઝઘડો થયો હતો અને ઝઘડો ઉગ્ર થતાં ગોળીબાર થયો હતો.  



વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..

અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી પર અબજો ડોલરની લાંચ તેમજ છેતરપિંડીનો આરોપ લગાવામાં આવ્યો છે.... ગૌતમ અદાણી સહિત 7 લોકો પર ન્યૂયોર્કની ફેડરલ કોર્ટે અબજો ડોલરની છેતરપિંડી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે.

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે...