જાવેદ અખ્તરે લાહોરમાં જ પાકિસ્તાનની ઝાટકણી કાઢી, મુંબઈ હુમલા માટે જવાબદાર ઠરાવ્યું, વીડિયો વાયરલ


  • Published By : Admin
  • Published Date : 2023-02-21 17:16:06

પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. જાવેદ અખ્તર પાકિસ્તાનના લાહોર શહેરમાં આયોજિત ફૈઝ ફેસ્ટિવલમાં ઉપસ્થિત રહ્યા હતા. જેમાં તેમણે 26/11ના મુંબઈ હુમલાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાન પર નિશાન સાધ્યું હતું. તેમણે પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ લગાવી મુંબઈ હુમલા માટે જવાબદાર ઠરાવ્યું હતું. જાવેદ અખ્તરે કહ્યું-હજુ પણ  તમારા દેશમાં આતંકવાદીઓ ઘૂમી રહ્યા છે.


જાવેદ અખ્તરે પાકિસ્તાનની ઝાટકણી કાઢી


ફૈઝ ફેસ્ટિવલ 2023માં જાવેદ અખ્તરે કહ્યું- અમે નુસરત અને મેહદી હસન માટે મોટા ફંક્શનનું આયોજન કર્યું છે. પરંતુ તમારા દેશમાં લતા મંગેશકરની યાદમાં કોઈ કાર્યક્રમ યોજાયો નથી. તો વાસ્તવિકતા એ છે કે, હવે આપણે એકબીજા પર દોષારોપણ ન કરીએ, મહત્વની બાબત એ છે કે આ દિવસોમાં જે માહોલ ગરમાયો છે તે ઓછો થવો જોઈએ.અમે બોમ્બેના લોકો છીએ, અમે જોયું છે કે અમારા શહેર પર કેવી રીતે હુમલો થયો હતો. તે લોકો નોર્વેથી કે ઇજિપ્તથી આવ્યા નહોતા. એ લોકો હજુ પણ તમારા દેશમાં ફરે છે. તેથી જો આ ફરિયાદ દરેક ભારતીયના દિલમાં હોય તો તમને ખરાબ ન લાગવું જોઈએ.


ચાહકોએ ગીતકારની પ્રશંસા કરી


પાકિસ્તાનમાં આપવામાં આવેલા જાવેદ અખ્તરના આ નિવેદનની સોશિયલ મીડિયા પર ખુબ જ પ્રશંસા થઈ રહી છે. લોકોએ ગીતકારના નિવેદનના વખાણ કર્યા છે. એક યુઝરે લખ્યું - જો અમને સંપૂર્ણ ઇન્ટરવ્યુ જોવા મળે તો ખુબ જ મજા આવી જાય. બીજાએ લખ્યું - ખૂબ જ સરસ. અન્ય એક વ્યક્તિએ લખ્યું- આને કહેવાય દેશભક્તિ. કોઈ યુઝરે તો વળી ગીતકારને ભારત રત્ન આપવાની માંગ કરી. તે વ્યક્તિએ કહ્યું, એટલા માટે જ મારા દિલમાં જાવેદ સાહેબ માટે હજુ પણ પ્રેમ છે. કેટલાક લોકોએ કોમેન્ટ બોક્સમાં તાળીઓ પાડતા ઈમોજી બનાવ્યા છે. તો કોઈએ કહ્યું કે તેમના દિલમાં જાવેદ અખ્તર માટે આદર વધુ વધી ગયો છે.


અત્રે ઉલ્લેખનિય છે કે ત્રણ દિવસીય ફૈઝ ફેસ્ટિવલ લાહોરમાં 17-19 ફેબ્રુઆરી દરમિયાન યોજાયો હતો. ગીતકાર જાવેદ અખ્તરે ફેસ્ટિવલમાં આયોજીત મુશાયરામાં ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમના નવા પુસ્તકનું પણ લોકાર્પણ થયું હતું.


કંગનાએ જાવેદ અખ્તરના વખાણ કર્યા 


કંગના રનૌતે ટ્વીટ કરીને લખ્યું - જ્યારે હું જાવેદ સાહેબની કવિતા સાંભળતી હતી ત્યારે મને લાગતું હતું કે કેવી રીતે માતા સરસ્વતીજીની તેમના પર આટલી કૃપા છે. પણ જુઓ, કાંઈક તો સત્ય છે આ માણસની વાતમાં.... જય હિંદ જાવેદ અખ્તર સાહેબ. ઘરમાં ઘુસીને માર્યા... હાહાહા. કંગના રનૌતને જાવેદ અખ્તરના વખાણ કરતી જોઈને ઘણાને આશ્ચર્ય પણ થાય છે. કારણ કે જાવેદ અખ્તર અને કંગના રનૌત વચ્ચે વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે. કંગનાએ જે રીતે પોતાના વિવાદ અને મતભેદોને ભૂલીને જાવેદ અખ્તરની પ્રશંસા કરી છે, યુઝર્સે તેના વખાણ કર્યા છે.




21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે