અંબાજી મંદિરમાં નકલીના ઘી સપ્લાયર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે કરી આત્મહત્યા


  • Published By :
  • Published Date : 2023-12-07 19:35:12

ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આપવામાં આવેલા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવાનો મામલો સામે આવ્યો હતો. મોહનથાળના પ્રસાદ માટે અંબાજી પહોંચાડવામાં આવતું ઘી હલકી ગુણવત્તાનું હતું. જે બાબતે અનેક તપાસ થઈ, આ ઘીનો સપ્લાય માધુપુરાના નીલકંઠ ટ્રેડર્સ માંથી થયું હોવાનો ખુલાસો થયો હતો. નીલકંઠ ટ્રેડર્સના વેપારી જતિન શાહએ આજે સવારે અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલા પોતાના ઘરે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘરે પહોંચીને તપાસ શરૂ કરી હતી. અત્યાર સુધી કોઈ પણ સુસાઇડ નોટ ત્યાંથી મળી આવી નથી, પરંતુ તેઓ દબાણમાં હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું પોલીસ માની રહી છે. મૃતહેદને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે. જતીન શાહની આત્મહત્યા કેસમાં નારોલ પોલીસે કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ ઘટના બાદ જતિન શાહનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે.  


ધરપકડ બાદ જામીન પર છુટ્યા હતા


અંબાજી મંદિરનો મોહનથાળનો પ્રસાદ બનાવવા માટે નકલી ઘીનું કૌભાંડ ચાર મહિના અગાઉ સામે આવ્યું હતુ. અંબાજી મંદિરનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને મળ્યો હતો. મોહિની કેટરર્સને મોહનથાળનો પ્રસાદ બનાવવા માટેનું ઘી અમદાવાદના દિલ્હી દરવાજા સ્થિત માધુપુરા બજારમાં આવેલી નીલકંઠ ટ્રેડર્સ દ્વારા મોકલવામાં આવ્યુ હતુ. આ નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહ હતા. અંબાજી મંદિર પ્રસાદમાં નકલી ઘીનો ભાંડો ફૂટતા   પોલીસ કેસ દાખલ થયો હતો અને પોલીસે જતીન શાહની ધરપકડ પણ કરી હતી. જો કે અદાલતે જતીન શાહને 10 હજાર રૂપિયાના બોન્ડ પર જામીન આપ્યા હતા.  ઉલ્લેખનીય છે કે, 3જી ઓક્ટોબરે ગોડાઉન સીલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. માધુપુરાના વેપારી જતિન શાહે પાલડીના દુષ્યંત સોની પાસેથી ઘી ખરીદ્યુ હોવાની વાત જાણવા મળી છે. અહીં ઉલ્લેખનીય છે કે, નકલી ઘી મામલે સંડોવાયેલા તમામ શખ્સોની પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?