વડાપાઉં સ્પર્ધામાં જાપાનના રાજદૂત પત્ની સામે હારી ગયા, PM મોદીએ આપ્યો આવો રમુજી જવાબ


  • Published By :
  • Published Date : 2023-06-11 17:07:55

ભારત તેના ફાસ્ટ ફૂડ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં દરેક શહેરમાં તમને એક યા બીજી ખાસ વાનગી મળી જાય છે. આ ખાદ્યપદાર્થોનો ક્રેઝ હોલિવૂડ સેલિબ્રિટીથી લઈને વિદેશી નેતાઓમાં પણ જોવા મળે છે. જાપાનના રાજદૂત હિરોશી સુઝુકીએ પૂણેમાં પોતાનો અને તેમની પત્નીનો વડાપાવ ખાતો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે તેની પત્ની સાથે વડાપાવ સ્પર્ધા કરતા જોવા મળી રહ્યા છે. વીડિયો શેર કરતી વખતે તેમણે લખ્યું કે તેમની પત્નીએ તેમને હરાવ્યા છે. એમ્બેસેડર હિરોશી સુઝુકીના આ વીડિયો પર વડાપ્રધાન મોદીએ પણ જવાબ આપ્યો છે. PM મોદીએ કહ્યું કે આ એક એવી સ્પર્ધા છે, જેને હારીને પણ તમે ખરાબ માની શકતા નથી.


પીએમ મોદીએ પણ  આપી પ્રતિક્રિયા 


જાપાનના રાજદૂત સુઝુકીએ પોતે ટ્વિટર પર વીડિયો શેર કર્યો છે. તેમણે લખ્યું છે કે મારી પત્નીએ મને હરાવ્યો છે. સુઝુકીના આ ટ્વીટ પર પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે લખ્યું કે આ એક એવી સ્પર્ધા છે જેને હારીને પણ તમે ખરાબ માની શકો નહીં શ્રીમાન રાજદુત. તમને ભારતીય ભોજનની વિવિધતા માણતા અને તેને આટલી નવીનતાથી રજૂ કરતા જોઈને આનંદ થયો. આવા વીડિયો આવતા રહે!


ભારતીય સ્ટ્રીટ ફૂડનો આનંદ માણવાની કરી ભલામણ


આ પહેલા પણ સુઝુકીએ ટ્વિટર પર વધુ એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે ભારતીય સ્ટ્રીટ ફૂડની મજા માણવા વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું કે મને ભારતનું સ્ટ્રીટ ફૂડ ગમે છે, પરંતુ કૃપા કરીને તેને થોડું ઓછું મસાલેદાર રાખો. સુઝુકીએ તેના ટ્વિટર ફોલોઅર્સની ભલામણ પર પૂણેના પ્રખ્યાત મિસલ પાવની પણ લિજ્જત માણઈ અને તેનો એક વીડિયો પોસ્ટ કર્યો.



વંદે માતરમ્ પાસે ફ્લેટમાં રહેતા નીલ પટેલ નામના એક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો જેમાં એ એક ગોલ્ડન રીટ્રીવર કૂતરાના ચાર પગે દોરી બાંધી એને લાકડીથી માર મારે છે.

અમદાવાદના આંબલી બોપલ રોડ પર આજે સવારના સમયે ઓડી કાર લઈને એક નબીરો નીકળે છે અને અનેક વાહનોને અડફેટમાં લે છે... ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર કાર ચાલક ફૂલ પીધેલી હાલતમાં હતો અને અંદર બેસીને સિગરેટ પિતો હતો

વાવ બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને તેમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીત થઈ છે...

ગુજરાતમાં ગુલાબી ઠંડીનો અનુભવ ધીરે ધીરે થવા લાગ્યો છે... વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.. અનેક વિસ્તારો એવા છે જેનું તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે..