ભારતથી વિપરીત જાપાનને સતાવી રહી છે ઘટતી જનસંખ્યાની સમસ્યા, PMને અપાઈ આ સલાહ


  • Published By :
  • Published Date : 2023-03-07 16:45:58

ભારતમાં કુદકેને ભૂસકે વધી રહેલી વસ્તી જાગૃત નાગરિકોથી માંડીને સરકાર માટે ચિંતાનો વિષય બની છે. જો કે ભારતથી વિપરીત જાપાનમાં ઘટતી જનસંખ્યા અને વધી રહેલી વૃધ્ધોની વસ્તી દેશના અર્થ નિષ્ણાતો માટે માથાના દુખાવા સમાન બની છે. જાપાનના વડા પ્રધાન ફુમિયો કિશિદાના આર્થિક સલાહકાર મસાકો મોરીએ કહ્યું છે કે જો જન્મદર વધશે નહીં તો દેશ લુપ્ત થઈ જશે. તેમણે ઘટતા જન્મદરને દેશની સૌથી મોટી સમસ્યા ગણાવતા કહ્યું કે જો આવું જ ચાલશે તો દેશ પર ભયાનક સંકટ આવી જશે.


મસાકો મોરીએ શું ચિંતા વ્યક્ત કરી


મસાકો મોરીએ કહ્યું કે " વસ્તી ધીમે ધીમે ઘટી રહી નથી, પરંતું તે વસ્તી ઘટાડો સીધો નીચે જઈ રહ્યો છે, વધુમાં તેમણે કહ્યું કે હવે જન્મેલા બાળકો એવા સમાજમાં ઉછરશે, જે વિકૃત અને સંકુચીત હશે અને તેના કારણે તે કાર્ય કરવાની ક્ષમતા ગુમાવે છે."અત્રે ઉલ્લેખનિય છે કે જાપાનના ઉપલા ગૃહના સાંસદ અને પૂર્વ મંત્રી મસાકો મોરી પ્રધાનમંત્રી કિશિદાને જન્મદરની સમસ્યા અને LGBTQના મુદ્દાઓ પર સલાહ આપે છે. 


મોરીએ આર્થિક વિકાસ અને સુરક્ષા મુદ્દે પણ કહ્યું કે જો કંઇ કરવામાં નહીં આવે, તો સોશિયલ સિક્યુરીટી સિસ્ટમ તૂટી જશે, ઔદ્યોગિક અને આર્થિક તાકાત ઘટશે અને અપુરતી સેલ્ફ ડિફેન્સ ફોર્સીસ દેશની સુરક્ષા નહીં કરી શકે.


મોરીએ આપી આ સલાહ


જાપાનમાં ઘટી રહેલા જન્મ દર અંગે મોરીએ સરકારના પ્રયાસોની ટીકા કરી છે. તેણીએ કહ્યું કે આ મુદ્દે નાણાં, વેપાર અને સ્ત્રી સશક્તિકરણથી અલગ રીતે વિચારવાનું વલણ દાખવવું જોઈએ. જ્યારે મહિલાઓની સંખ્યામાં ઘટાડો થાય છે ત્યારે વસ્તી વધારવી અત્યંત મુશ્કેલ બની જાય છે. સરકારે આર્થિક સહાય ઉપરાંત કામકાજી મહિલાઓને લગ્ન કરવા માટે પ્રોત્સાહિત કરવી જોઈએ. સરકારે આ માટે અલગ રીતે વિચારીને ઝડપથી તે દિશામાં પગલા ભરવા જોઈએ.


મોરીએ આર્થિક વિકાસ અને સુરક્ષા મુદ્દે પણ કહ્યું કે જો કંઇ કરવામાં નહીં આવે, તો સોશિયલ સિક્યુરીટી સિસ્ટમ તૂટી જશે, ઔદ્યોગિક અને આર્થિક તાકાત ઘટશે અને અપુરતી સેલ્ફ ડિફેન્સ ફોર્સીસ દેશની સુરક્ષા નહીં કરી શકે.


ઘટતી વસ્તી મોટી સમસ્યા


જાપાનમાં ગયા વર્ષે, જન્મેલા નવજાત કરતાં લગભગ બમણી સંખ્યા લોકો મૃત્યુ પામ્યા હતા, જેમ કે 800,000 થી ઓછા બાળકો જન્મ્યા હતા અને લગભગ 15.8 લાખ લોકો મૃત્યુ હતા. જન્મદરને લઈ ચિંતિત કિશિદાએ બાળકો અને પરિવારો પર બમણો ખર્ચ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે, અત્રે ઉલ્લેખનિય છે કે જાપાનમાં વસ્તી ઘટાડા અંગે જે અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું હતું તેના પણ વધુ ઝડપથી વસ્તી દર ઘટી રહ્યો છે.


જાપાનમાં વર્ષ 2008માં વસ્તી 12.46 કરોડની ટોચે પહોંચી હતી, જો  કે ત્યાર બાદ તેમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો અને તે ઘટીને 12.8 થઈ છે. દરમિયાન 65 કે તેથી વધુ ઉંમરના લોકોનું પ્રમાણ ગયા વર્ષે વધીને 29% થી વધુ થયું છે. જાપાનની વસ્તી વસ્તી ઘટાડાની આ ગતિ તીવ્ર બની છે. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?