રાજકોટના ઉપલેટામાં જનતા રેડ, દેશી દારૂ ઝડપી પાડયો, પોલીસની ઢીલી નીતિથી લોકો ત્રસ્ત


  • Published By :
  • Published Date : 2024-02-18 19:05:15

રાજ્યમાં દારૂબંધી માત્ર નામની રહી છે, દરરોજ દારૂબંધીના ધજાગરા ઉડતા હોય તેવા વિડીયો અને સમાચારો સામે આવતા રહે છે. સૌરાષ્ટ્રના ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોલીસની રહેમનજર હેઠળ જ આ પ્રવૃતિ ચાલી રહી છે. જો કે હવે જનતા જાગૃત થઈ છે. પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટીયા પાસે સ્થાનિક કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો છે.


પોલીસે કાર્યવાહી ન કરતા જનતા જાગી


પોરબંદર રોડ પર આવેલ ઈસરા પાટીયા પાસે જાહેરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. આ કારણથી કારખાનેદારોમાં ભારો રોષ હતો. આજે તેમણે સમુહમાં એકત્ર થઈને દેશી દારૂના વેચાણ પર જનતા રેડ કરી હતી. ઉપલેટા શહેરના પોરબંદર નેશનલ હાઇવે પર આવેલ કારખાનેદારોએ જનતા રેડ કરીને દેશી દારૂ ઝડપી પાડયો હતો. આ મામલે કારખાનેદારોએ જણાવ્યું કે અહીંયા છેલ્લા ઘણા સમયથી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. દારૂના વેચાણ અંગેની અનેક ફરિયાદ બાદ પોલીસ દ્વારા કોઈ એક્શન નહિ લેવાતા કરવામાં આવી જનતા રેડ કરવામાં આવી હતી. 


અંતે પોલીસ દોડી આવી


પોરબંદર નેશનલ હાઇવે પર જનતા રેડ કરી કારખાનેદારો દ્વારા દારૂનો જથ્થો ઝડપી લઈને પોલીસને જાણ કરતા અંતે પોલીસ દોડી આવી હતી.  પોલીસે દારૂના જથ્થા સાથે બે ઈસમોની અટકાયત કરી હતી, તેમને પકડી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા. જનતા રેડ બાદ કારખાનેદારો એકત્ર થઈને ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરવા પહોંચ્યા હતા. કારખાનેદારો દ્વારા દારૂના વેચાણને અને દૂષણને કાયમી બંધ કરાવવાની લેખિત રજૂઆત કરવામાં આવી હતી. 



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?