રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો 5થી 9 સપ્ટેમ્બર યોજાશે, કલેક્‍ટરે સંબંધિત અધિકારીઓને આપ્યા આ મહત્વના આદેશ


  • Published By :
  • Published Date : 2023-06-06 18:10:50

રાજકોટમાં યોજાતો જન્માષ્ટમીનો લોકમેળો રાજકોટની આગવી ઓળખ છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો લોકમેળો માણવા આવતા હોય છે. આ વર્ષે આ લોકમેળો 5થી 9 નવેમ્બર સુધી યોજાશે.આ લોકમેળાને લઈ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં પ્રાંત અધિકારી કે.જી. ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ સહિતની કુલ 19 સમિતિઓની રૂપરેખા આપી હતી. દર વર્ષે પાંચ દિવસ દરમિયાન યોજાનારા આ લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખ લોકો મેળાનો આનંદ માણવા આવશે તેવું એક અનુમાન છે.


રેસકોર્સ મેદાન ખાતે  યોજાશે લોકમેળો 


રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટમાં જન્‍માષ્ટમીના ભવ્‍ય સાંસ્‍કૃતિક લોકમેળાનું આયોજન કરવામાં આવનાર છે તા. 5 થી 9 સપ્‍ટેમ્‍બર સુધી 5 દિવસ સુધી રેસકોર્સ મેદાન ખાતે લોકમેળો યોજવામાં આવશે, જેને લઈને જિલ્લા કલેકટરના અધ્‍યક્ષસ્‍થાને લોકમેળા સમિતિઓના જુદા જુદા અધ્‍યક્ષ અને સહઅધ્‍યક્ષની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.જી ચૌધરીએ લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરરાજી સમિતિ, કાયદો વ્‍યવસ્‍થા, ટ્રાફિક તેમજ પાર્કિગ નિયમન સમિતિ સહિતની કુલ 19 સમિતિઓની રૂપરેખા આપી હતી.નાગરિકોના લાભાર્થે સી.સી.ટી.વી. કેમેરા, ફાયર સેફટી, આરોગ્‍ય સુવિધા, કંટ્રોલ રૂમ અને ઇમર્જન્‍સી હેલ્‍પલાઇન, સાઈન બોર્ડ વગેરે કામગીરી સારી રીતે થાય તે માટે કલેક્‍ટરે સંબંધિત અધિકારીઓને આદેશો આપ્યા હતા. આ સાથે ચોમાસાના સમયમાં ખાણીપીણીની ગુણવત્તા અંગે ખાસ તકેદારી રાખવા સૂચના આપી હતી. 


લોકમેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત


રાજકોટનો લોકમેળો સૌરાષ્ટ્રભરમાં સૌથી મોટો છે. લોકમેળામાં લાખોની જનમેદની એકત્ર થવાની છે. જેથી સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. લોકમેળામાં પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સિક્યુરીટી પણ તૈનાત રહેશે. જેનું મોનિટરીંગ પોલીસ કન્ટ્રોલ રૂમ અને વહીવટી તંત્ર દ્વારા કરાશે. લોકમેળામાં ખાદ્યસામગ્રી અને રાઇડ્સના ભાવ ખોટી રીતે વસૂલવામાં ન આવે અને લૂંટ મેળો ન બને તે માટે પણ વિશેષ દરકાર રાખવામાં આવશે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?