કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકને કારણે મોતને ભેટી રહ્યા છે. પહેલા એવું માનવામાં આવતું હતું કે હૃદય હુમલો માત્ર એ લોકોને આવે જેની ઉંમર થઈ ગઈ હોય. વૃદ્ધ લોકો હાર્ટ એટેકનો ભોગ બને છે. પરંતુ સમયની સાથે સાથે ખાન પાન બદલાયું,, લાઈફ સ્ટાઈલ બદલાઈ, ખોરાક બદલાયો. આ બધાની અસર આપણા હેલ્થ પર સૌથી પહેલા પડે છે. કદાચ આ કારણ પણ હોઈ શકે છે યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કિસ્સાઓનું કારણ. આજે હાર્ટ એટેકની વાત એટલા માટે કરવી છે કારણ કે ગઈકાલે રાજકોટમાં ત્રણ લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે.
રાજકોટમાં ત્રણ લોકોના ગયા હાર્ટ એટેકને કારણે જીવ
હાર્ટ એટેક યુવાનોને ભરખી રહ્યો છે. નાની ઉંમરે લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. કોરોના બાદ તો અનેક લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હોય અથવા તો થઈ રહ્યા હોય તેવા સમાચાર વારંવાર સામે આવી રહ્યા છે. તંદુરસ્ત દેખાતો વ્યક્તિ ગમે ત્યારે બેહોશ જાય છે અને જ્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યાં તો તેમને મૃત જાહેર કરી દેવામાં આવે છે. લોકો સારવાર કરાવી શકે તેટલો સમય પણ નથી હોતો. ગઈકાલે જ હાર્ટ એટેકને કારણે માત્ર રાજકોટમાં ત્રણ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.એક મહિલાએ અને બે પુરૂષોએ પોતાનો જીવ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યો છે.
ચગડોળમાં બેઠેલી મહિલાને આવ્યો હાર્ટ એટેક
જન્માષ્ટમીને લઈ અનેક જગ્યાઓ પર મેળાનું આયોજન થતું હોય છે. મેળામાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેતા હોય છે. જે યુવતીનું મોત થયું છે તેમનું નામ અંજનાબેન ગોંડલીયાનું છે અને મળતી માહિતી અનુસાર તેમની ઉંમર 20 વર્ષની હતી. ચકડોળમાં યુવતી બેઠી હતી અને અચાનક ચક્કર આવ્યા. સારવાર અર્થે યુવતીને હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ તેનું મોત થઈ ગયું હતું.
હાર્ટ એટેકે લીધો બીજા બે લોકોનો ભોગ
હાર્ટ એટેકને કારણે 25 વર્ષીય જતીન સરવૈયા નામના વ્યક્તિનું મોત પણ હાર્ટ એટેકને કારણે થયું છે. જન્માષ્ટમીના કાર્યક્રમ નિમીત્તે ડેકોરેશન ચાલી રહ્યું હતું અને તે દરમિયાન યુવાનને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો. સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું. ત્રીજો જે હાર્ટ એટેકનો કિસ્સો સામે આવ્યો છે તેમાં યુવાન પોતાના ઘરમાં બેઠો હતો. ઘરમાં જ અચાનક વિજય મેઘનાર્થી નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો અને તેમનો જીવ જતો રહ્યો.
શાળામાં ભણતા વિદ્યાર્થીઓના પણ થાય છે હાર્ટ એટેકને કારણે મોત
મહત્વનું છે કે કોરોના બાદ તો હાર્ટ એટેક આવવાના કિસ્સાઓમાં ઘણો વધારો જોવા મળ્યો છે. એવું પણ લોકો માની રહ્યા છે કે વેક્સિનની સાઈડઈફેક્ટને કારણે લોકોના જીવ જઈ રહ્યા છે. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા સરકાર પણ ચિંતિત થઈ છે. હાર્ટ એટેકના કિસ્સાઓ એ હદે વધી રહ્યા છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓ તેનો ભોગ બની રહ્યા છે. છેલ્લા થોડા સમયથી એવા કિસ્સાઓ સાંભળવામાં આવી રહ્યા છે કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ રહ્યા છે.