લોકસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે... બે તબક્કા માટેનું મતદાન પૂર્ણ થઈ ગયું છે.. આપણા રાજ્યમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.. મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પોતાના ગમતા ઉમેદવારને સંસદ પહોંચાડશે.. મતદાન કરતા પહેલા મતદાતાને ખબર હોય છે કે કયો ઉમેદવાર કયા વિઝન સાથે આગળ વધશે.. આગામી પાંચ વર્ષમાં સાંસદ તરીકે ઉમેદવાર કેવા કામ કરશે તે જાણવાનો અધિકાર મતદાતાને હોય છે.
સાબરકાંઠા બેઠક પર ભાજપે બદલ્યા છે ઉમેદવાર
મતદાતાને ખબર પડે કે તેમના ઉમેદવાર શું કામ કરશે તે માટે જનતા વતી જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકના બંને પાર્ટીના ઉમેદવારોને ફોન કરી રહી છે અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી રહી છે.. જમાવટની ટીમ દ્વારા સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવારોને ફોન કરવામાં આવ્યો. આ બેઠક પર ભાજપે પહેલા ભીખાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા પરંતુ તે બાદ તેમની જગ્યા પર શોભનાબેન બારૈયાને ઉમેદવાર બનાવાયા.. તો ઈન્ડિયા ગઠબંધન તરફથી તુષારભાઈ ચૌધરી...
શું કહ્યું ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાએ?
વિઝન જાણવા માટે પહેલા ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયાને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે તે પાંચ વર્ષમાં જનહિતના કાર્યો કરશે.. જનતાની સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરશે તેવું તે કહી રહ્યા હતા.. મુદ્દાઓની વાત કરી તો તેમણે કહ્યું કે સાબરકાંઠાની જનતાને પાણી મળી રહ્યું છે, સારા રોડ રસ્તા છે, તળાવ ભરાવવાની કામગીરી થઈ રહી છે...
વિઝનને લઈ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવારે?
તો ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તુષાર ચૌધરીએ તેમના વિઝન જણાવતા કહ્યું કે દેશની દરેક શક્તિપીઠને રેલવેથી જોડવાનો પ્રયત્ન થયો હતો, તેના ભાગ રૂપે અંબાજી મંદિરને પણ રેલવે ટ્રેકથી જોડવાની વાત હતી પણ હજી સુધી સાબરકાંઠામાં રેલવે લાઈનનું કામ પૂર્ણ થયું નથી. ત્યારે જોવું રહ્યું કે જનતા કોને મત આપી સાંસદ બનાવે છે....