સાંસદે શાળાનું ટોઈલેટ સાફ કર્યું, સોશિયલ મીડિયા પર વીડિયો પણ પોસ્ટ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 18:50:20

રાજકારણીઓ પણ મીડિયામાં રહેવા માટે અવનવા તિકડમ કરતા રહે છે. જનતાના કલ્યાણ માટે થોડું કામ કરે અને તેનો પ્રચાર સોશિયમ મીડિયા પર જોરશોરથી કરતા આ રાજનેતાઓને જો કે લોકો હવે સારી રીતે જાણી ગયા છે. આવા જ એક નેતાજીનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.  મધ્યપ્રદેશના રીવા સાંસદ જનાર્દન બ્રશ વિના ડોલમાં પાણી લઈને પોતાના હાથથી જ ટૉઈલેટને સાફ કરી રહ્યાં છે. મિશ્રા પોતાના આગવા અંદાજ માટે જાણીતા છે.


બાલિકા વિદ્યાલયનું ટૉઈલેટ સાફ કર્યું


રીવા સાંસદ જનાર્દન મિશ્રા પોતાની પાર્ટી દ્વારા ચલાવવામાં આવી રહેલા સેવા પખવાડિયા અંતર્ગત યુવા મોરચા દ્વારા બાલિકા વિદ્યાલય ખટખરીમાં આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં સામેલ થયા હતા. વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે, વિદ્યાલયનું ટૉઈલેટ ખૂબ જ ગંદુ છે. આ કારણે વિદ્યાલયમાં બાળકોને તેનો ઉપયોગ કરવામાં ઘણી પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. આથી તેઓએ બ્રશ મળે તેની રાહ જોયા વિના પોતાના હાથમાં પાણીની ડોલ લઈને હાથથી ટૉઈલેટને સાફ કરવા લાગી ગયા.


પોતાના ટ્વીટર એકાઉન્ટ પર વીડિયો પોસ્ટ કર્યો


સાંસદને વિદ્યાલયનું ગંદુ ટૉઈલેટ સાફ કરતા જોઈને તમામ લોકો ચોંકી ગયા. સાંસદે સ્વચ્છ ભારતનો સંદેશ આપતાં લોકોને સ્વચ્છતા જાળવવાની અપીલ કરી. તેમના આ પ્રકારે સફાઈ કરવાનો વીડિયો ઈન્ટરનેટમાં વાયરલ થઈ રહ્યો છે. તેઓએ ખુદ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટૈગ કર્યો છે.



નાણાંકીય વર્ષ 2025-26ની અમલવારી 1 લી એપ્રિલ થી લાગું કરાશે. આજથી દેશમાં ઘણાબધા પરિવર્તન લાગું પડશે. ઘણા નવા નિયમો અમલમાં આવશે જયારે જુના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવશે.

આવતીકાલે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વના બધા જ દેશો પર "રેસિપ્રોકલ" એટલેકે , જેવા સાથે તેવા ટેરિફ લાગુ કરશે . જે અંતર્ગત ભારત , મેક્સિકો , યુરોપ , ચાઈના અને જાપાનમાં ફફડાટ છે. આ ફફડાટ એ હદે છે કે , આવતીકાલની ટ્રમ્પની કોઈ પણ જાહેરાતના લીધે આ દેશોના શેરબજારોમાં હલચલ આવી શકે છે. તો હવે જોઈએ ભારત આમાંથી બાકાત રહેશે કે પછી ભારત પણ ટ્રમ્પના ઝપાટે ચઢી જશે .

બનાસકાંઠાના ડીસામાં આગ લાગી અને 18 લોકો એ આગમાં મૃત્યુ પામ્યા. ગેરકાયદે ફટાકડાની ફેકટરીમાં આગ લાગી અને પ્રચંડ વિસ્ફોટ સાથે બધુ જમીનદોસ્ત થઈ ગયું.

ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાની નીરસતાને લઇને ખુશ નથી તેમણે ધમકી આપી છે કે જો રશિયા યુક્રેન મુદ્દે સમાધાન કરવા તૈયાર ના થાય તો તેના ઓઇલ પર પ્રતિબંધો લગાવવામાં આવશે . જો અમેરિકા આ પ્રતિબંધો લગાવશે તો ભારત પર આફત આવી શકે છે કેમ કે ભારત ડિસકાઉન્ટ પર રશિયન ઓઇલની આયાત કરે છે. આપણે ત્યાં મોંઘવારીમાં વધારો થઇ શકે છે.