જામનગરમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, 4 વર્ષના બાળક સહિત 3 લોકોના મોત, 5 ઈજાગ્રસ્ત, મૃત્યુઆંક વધવાની શક્યતા


  • Published By :
  • Published Date : 2023-06-23 21:26:40

જામનગર શહેરમાં આવેલી સાધના કોલોની વિસ્તારમાં ત્રણ માળનો બ્લોક ધરાશાયી થયો હોવાની ઘટના સામે આવી છે. આ ભયાનક દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે, મૃતકોમાં 35 વર્ષની મહિલા મિત્તલ જયપાલ સાદિયા, 35 વર્ષીય જયપાલ રાજેશભાઈ સાદિયા અને 4 વર્ષીય શિવરાજ જયપાલ સાદિયાનું મૃત્યુ થયું હોવાની વિગતો સામે આવી છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે, તેમની હાલ સારવાર ચાલી રહી છે. હાલ કાટમાળ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સમી સાંજે આ દુર્ઘટના સર્જાતા જ આસપાસના રહીશો ભેગા થઈ ગયા હતા અને હાલ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહી છે. આ ઘટનાને પગલે લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. હાલમાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે. બચાવકાર્ય પૂર્ણ થયા બાદ જ જાનમાલની નુકશાની અંગેનો ખ્યાલ આવશે. આ દુર્ઘટનામાં હજુ પણ કેટલાક લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.


30 વર્ષ જુની છે બિલ્ડિંગ 

જામનગરની સાધનાકોલોની વિસ્તારમાં આવેલા હાઉસિંગ બોર્ડના મકાનમાં M-69 બ્લોક આજે સાથે ધડાકાભેર તૂટી પડ્યો હતો. આ બ્લોકમાં એક ફ્લોર પર બે ફ્લેટ હોવાનું જાણવા મળ્યું છે. એટલે કે ત્રણ ફ્લોર પરના 6 ફ્લેટ ધરાશાયી થયા છે. મોટાભાગના મકાનમાં લોકો હાલ વસવાટ કરતા હોવાનું જાણવા મળ્યું છે.  દુર્ઘટનાની જાણ થતા જ સાંસદ પુનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ અકબરી, ધારાસભ્ય રિવાબા જાડેજા અને શહેરના મેયર પણ દોડી આવ્યા હતા. તેમણે તેમણે લોકો સાથે વાત કરી સાંત્વના આપી હતી.  હતી. લોકોએ પણ તેમની સમક્ષ પોતાની પીડા વ્યક્ત કરી રહ્યા હતા. ધરાશાયી થયેલો બ્લોક 30 વર્ષ જૂનો હોવાનું જાણવા મળ્યું છે. આ બિલ્ડીંગમાં છ મકાનમાં લોકો રહેતા હતા. જામનગરની સાધના કોલોનીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં કાટમાળમાં કેટલાક લોકો દટાયા હોવાની સંભાવના છે. જેથી હાલ જેસીબીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અને ઘટનાસ્થળ પર 5થી વધુ 108 તૈયાર રાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે ઘટનાની ગંભીરતાને જોતા દ્વારકા, ખંભાળિયા, કાલાવડ અને રાજકોટ સહિતની ફાયર વિભાગની ટીમને જામનગર માટે રવાના કરવામાં આવી છે.



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?