Jamnagar : માર્કેટીંગ યાર્ડમાં પડેલો માલ પલળ્યો| વેપારીના માથે નુકસાન આવ્યું અને ખેડૂતના કપાળે ચિંતાની લકીર! સાંભળો ખેડૂતોની આપવીતિ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-10-17 10:51:45

ખેડૂતોને જગતનો તાત કહેવામાં આવે છે. જગતનો તાત ખેતી કરે છે ત્યારે આપણી થાળીમાં જમાવાનું આવે છે. કુદરત જ્યારે આપણાથી રૂઠી હોય ત્યારે આપણને કદાચ વધારે અસર નહીં થાય, પરંતુ કુદરત અને ખેડૂતોનો નાતો અત્યંત નિકટનો છે. કુદરતી માર વેઠવાનો વારો ખેડૂતોને આવે છે. વધારે વરસાદ આવે તો પણ અને વરસાદ ન આવે તો પણ ખેડૂતોના નસીબમાં માત્ર આસું જ હોય છે. આ વાત એટલા માટે કરી રહ્યા છે કારણ કે જામનગરથી એવા દ્રશ્યો આવ્યા છે જે ખેડૂતોની પીડા વર્ણવા માટે કાફી છે. માર્કેટિંગ યાર્ડમાં રાખેલો માલ વરસાદ આવવાને કારણે પલળી ગયો. વેપારીના માથે નુકસાન આવ્યું અને ખેડૂતોના કપાળે ચિંતાની લકીર આવી...


ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી 

અડધુ ગુજરાત ચિંતા કરતું હતું કે વરસાદ ન આવવો જોઈએ કારણ કે ભારત અને પાકિસ્તાનની મેચ રમાવાની હતી. અડધુ ગુજરાત એ પણ ચિંતા કરતું હતું કે નવરાત્રી દરમિયાન વરસાદ ન આવવો જોઈએ નહીંતો ગરબાની મજા બગડી જશે. અમુક એવા લોકો પણ એવા હતા જે પ્રાર્થના કરતા હતા કે વરસાદ ન પડવો જોઈએ. એ લોકો હતા ખેડૂતો... જામનગરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો વિચલીત કરી દે તેવા છે. ખેડૂતોની મહેનત રાજ્યમાં આવેલા કમોસમી વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. માર્કેટિંગ યાર્ડના દ્રશ્યો સામે આવ્યા છે જેમાં કપાસનો પાક પલળી ગયો.  ખેડૂતો બરબાદ થઈ ગયા હતા. 


કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે 

એ ખેડૂતોની હાલત કદાચ આપણે વિચારી પણ નહીં શકીએ. ખેડૂતોને જરૂર હોય ત્યારે વરસાદ આવતો નથી અને જ્યારે આવે છે ત્યારે નુકસાની કરીને જાય છે. તૈયાર થયેલો માલ એવી રીતે આવે છે કે તેનો પાક પલળી જાય છે. બધી જ મહેનત પછી માર્કેટિંગ યાર્ડમાં લઈ ગયેલો માલ જ્યારે પલળી જાય ત્યારે ખેડૂતોની હાલત કફોળી બની જતી હોય છે. ખેડૂતોને રડવાનો વારો આવે છે. ખેડૂતનું રડવું અને વરસાદનું પડવું એ બહુ સ્વભાવિક પ્રક્રિયા છે.! એક કુદરતી આફતને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે તો બીજી તરફ માનવ સર્જિત આફતોને કારણે ખેડૂતોને રડવાનો વારો આવે છે. જે માલ પલળ્યો એ ખેડૂતનો હતો કે ખરીદી કર્યા બાદ વેપારીનો હતો તે જાણી શકાયું નથી.


ખેડૂતોની પીડા ખેડૂતો જ સમજી શકે છે... 

નવરાત્રી દરમિયાન વરસાદ પડી શકે છે તેવી આગાહી હોવા છતાંય જ્યારે માલને ખુલ્લો મૂકવામાં આવે છે અને પલળી જાય છે ત્યારે પ્રશ્ન તો થાય છે. ચોમાસા દરમિયાન ખેડૂતોના તૈયાર થયેલા પાક પલળી જાય એ જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવું લાગે છે. કોઈને કંઈ ફરક ન પડતો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થવું સામાન્ય થઈ ગયું છે. ખેડૂતની પરિસ્થિતિ માત્ર ખેડૂત સમજી શકે છે.       



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?