Jamnagar: આ પંથકના લોકોએ સરકારી કચેરીને તાળા મારવાનો કર્યો પ્રયાસ, ખરાબ રસ્તાથી લોકો પરેશાન, સાંભળો ગ્રામજનોના આક્રોશને...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-23 17:41:20

રસ્તાઓની બિસ્માર હાલત જોઈને લોકો પણ કદાચ ત્રાહિમામ પોકારી ગયા હશે. ખરાબ રસ્તાને કારણે વાહનોને તો નુકસાન થાય છે પરંતુ લોકોના શરીરને પણ કષ્ટ વેઠવાનો વારો આવે છે. સામાન્ય દિવસોમાં પણ આ સામાન્ય બનતું હોય છે ત્યારે હમણાં તો વરસાદી મોસમ છે ત્યારે રસ્તાની ખરાબ હાલત થવી સ્વભાવિક છે. ખરાબ રસ્તાને લઈ અનેક વખત રજૂઆત કરવામાં આવી હશે પરંતુ તેનો કોઈ ઉકેલ આવ્યો નથી. ત્યારે જામનગરથી જે દ્રશ્યો સામે આવ્યા છે તેને જોઈને તે અત્યંત દયનીય છ. જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં બિસ્માર રસ્તાઓના કારણે લોકો પરેશાન થઈ ગયા છે. 

ધારાસભ્યે પ્રાંત કચેરી ખાતે પાઠવ્યું આવેદનપત્ર 

રાજ્યમાં રસ્તા પર પડેલા ખાડાને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. રસ્તા પર પડેલા ખાડા ઘણી વખત લોકો માટે યમદૂત સાબિત થતા હોય છે. સામાન્ય રીતે આપણે માનતા હોઈએ છીએ કે ગામડાના રસ્તાઓ ખરાબ હોય છે પરંતુ ના તે વાત ખોટી છે. મેઘા સિટીમાં, મોટા શહેરોમાં, સ્માર્ટ સિટી ગણાતા શહેરોના રસ્તાની હાલત પણ એવી જ જોવા મળે છે. ત્યારે જામનગર જિલ્લાના લાલપુર પંથકના 40થી વધુ ગામડાઓમાં રસ્તાઓની હાલત ખરાબ છે. ખરાબ રસ્તાની સ્થિતિને લઈને ધારાસભ્ય હેમંત ખવાએ લાલપુર પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી અને તાળાબંધી કરવાનો પ્રયાસ કર્યો હતો.


40 ગામોના લોકોને ખરાબ રસ્તાને કારણે પડે છે મુશ્કેલી 

રાજ્યના અનેક રસ્તાઓ એવા છે જ્યાં જતા પહેલા તમારે તમારા કમરનો ખ્યાલ રાખવો પડશે. કારણ કે રસ્તાની હાલત અત્યંત બિસ્માર હોય છે. તેવી જ દયનિય સ્થિતિ છે જામનગર જિલ્લાના લાલપુર પંથકના ગામડાઓના રસ્તાઓની. જો તમારે પણ આ રસ્તા પરથી જો પસાર થવાનું હોય તો વિચારી લેજો કારણ કે રસ્તાની બિસ્માર હાલત તમારી કમર તોડી શકે છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના 40 ઉપરાંતના ગામો એવા છે કે જેમાં રસ્તાઓની બિસ્માર હાલતના કારણે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.


ગ્રામજનો બન્યા આત્મનિર્ભર!

છેલ્લા સાત વર્ષથી આ રસ્તાઓની હાલત અતિશય ખરાબ છે. ત્યારે સાત વર્ષમાં એક વખત પણ રસ્તાઓને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી. જેને કારણે લોકોને તેમજ વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવે છે. લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. અમુક ગામોમાં તો વરસાદના કારણે રસ્તાઓ તૂટી ગયા હતા જેના કારણે ગામ સંપર્ક વિહોણા બન્યા, છતાં પણ તંત્ર દ્વારા રસ્તાને સુધારવા માટે કોઈ કામગીરી કરવામાં આવી નથી. ત્યારે ગ્રામજનો દ્વારા આત્મનિર્ભર બનીને તે રસ્તાઓ ચાલુ કરવામાં આવ્યા હતા.


મેડિકલ ઈમરજન્સીમાં આ રસ્તાએથી પસાર થવા લોકો મજબૂર

બિસ્માર રસ્તાઓના કારણે લોકોના વાહનોમાં નુકસાની થવી , લોકોને શારીરિક ઇજાઓ પહોંચવી તેમજ જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવે તો આ રસ્તા પરથી શહેરમાં હોસ્પિટલ પહોંચવું એ સિદ્ધિ હાંસલ કર્યા બરાબર બન્યું છે. અનેક વખત લોકોને ઈજાઓ પહોંચવાના કારણે લોકોમાં આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો ત્યારે લાલપુર પ્રાંત કચેરી ખાતે હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈને ત્યાં તેમનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.


સરકાર ગ્રાન્ટ ફાળવીમાં કરે છે ભેદભાવ - ધારાસભ્યના આક્ષેપ 

રસ્તાઓ માટે ફાળવવામાં આવતી યોગ્ય ગ્રાન્ટમાં પણ સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોય એવો ધારાસભ્ય દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. 152 કિલોમીટરના રોડ બનાવવા માટે માત્ર પાંચ જ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય તેવા આક્ષેપ ધારાસભ્ય હેમંત ખવા દ્વારા કરવામાં આવ્યા છે. એક તરફ સરકાર દ્વારા વણથંભી વિકાસ યાત્રાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ વાસ્તવિક સ્તરે જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે...



ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?