સમાચારની પહેલી લાઈનમાં અમે અનેક વખત લખતા હોઈએ છીએ કે કોરોના બાદ યુવાનોમાં હાર્ટ એટેકના કિસ્સાઓ વધી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી આવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ સમાચાર પણ હાર્ટ એટેકના જ છે. પરંતુ આ વખતે યુવાનનું નહીં પરંતુ 13 વર્ષીય કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જામનગરમાં રહેતો અને મુંબઈમાં અભ્યાસ કરતા કિશોરનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. એવી માહિતી સામે આવી છે કે મુંબઈ ખાતે ઓમ ગઢેયા રહેતો હતો અને યોગાભ્યાસ દરમિયાન તેને હાર્ટ એટેક આવ્યો અને તે મૃત્યુ પામ્યો.
13 વર્ષીય ઓમનું હાર્ટ એટેકને કારણે થયું મોત
કોરોના બાદ હાર્ટ એટેકને કારણે મોત થયા હોવાના અનેક સમાચારો આપણી સામે આવતા હોય છે. થોડા દિવસોમાં જ આવા અનેક કિસ્સાઓ હતા જેમાં નાની ઉંમરે યુવાનો મોતને વ્હાલા થઈ રહ્યા છે. જામનગરથી પણ એક કિસ્સો સામે આવ્યો હતો, તે બાદ સુરતથી કિસ્સો સામે આવ્યો હતો. તે બાદ તો અનેક કિસ્સાઓ આપણી સામે આવ્યા છે. ગઈકાલે પણ 3 જેટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા હતા. યુવાનોમાં વધતા હાર્ટ એટેક ચિંતાનો વિષય છે. ત્યારે આજે 13 વર્ષીય ઓમનું મોત હાર્ટ એટેક આવવાને કારણે થયું છે.
બાળકના મોતથી પરિવાર શોકમગ્ન
આ અંગે મળતી પ્રાથમિક માહિતી અનુસાર, જામનગરના 13 વર્ષનો કિશોર ઓમ ગઢેચા મુંબઇમાં અભ્યાસ કરતો હતો. જ્યાં તે યોગનો અભ્યાસ કરી રહ્યો હતો. યોગની પ્રેક્ટિસ દરમિયાન તેની તબિયત અચાનક બગડવા લાગી. અને અંતે તેનું કરૂણ મોત નીપજ્યુ છે. બાળકની આવી ચીર વિદાયથી પરિવાર શોકમાં છે. મહત્વનું છે કે ગઈકાલે જ એક યુવાન નોકરીએ જઈ રહ્યો હતો ત્યારે તે અચાનક ઢળી પડ્યો, તો બીજા કિસ્સામાં ડ્રાઈવર પોતાની ફરજ દરમિયાન મોતને ભેટ્યા હતા. ત્યારે યુવાનોમાં સતત વધી રહેલા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક છે.