Jamnagar : ખાણી પીણીની વસ્તુમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, બાલાજી વેફરના પેકેટમાંથી મળ્યો મરેલો દેડકો, ગ્રાહકે કર્યો...


  • Published By :
  • Published Date : 2024-06-19 18:48:04

જ્યારે આપણને ભૂખ લાગે છે ત્યારે આપણે વેફરનું પેકેટ ખાતા હોઈએ છીએ.. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં બહારના ખાવામાંથી અનેક વસ્તુઓ નીકળે છે. કોઈ વખત સૂપમાંથી ઘરોળી નીકળે છે તો કોઈ વખત આઈસ્ક્રીમમાંથી આંગળી નીકળે છે.. આ બધા વચ્ચે જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજીની વેફર્સમાંથી મરેલો દેડકો નીકળ્યો છે. ગ્રાહકે બાલાજીની crunchex વેફર ખરીદી અને તે પેકેટમાંથી મરેલો દેડકો નીકળ્યો. ગ્રાહકે ફૂડ વિભાગને જાણ  કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. 



પ્રોવિઝિલન સ્ટોરમાંથી એક પેકેટ ખરીદ્યું અને..

ખાણી પીણીની વસ્તુઓમાંથી કંઈકને કંઈક વસ્તુઓ નીકળતી હોય છે.. આવા અનેક બનાવો આપણી સામે છે... જામનગરથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં બાલાજીની વેફરમાંથી મરેલો દેડકો નીકળ્યો છે. ગ્રાહકે પ્રોવિઝલન સ્ટોરમાંથી એક વેફરનું પેકેટ લીધું. પેકેટ ખોલ્યું અને તેમાંથી ફ્રાય કરેલો દેડકો નીકળતા હડકંપ મચી ગયો. આ બાદ ગ્રાહકે ગ્રાહક સુરક્ષા કેન્દ્રનો સંપર્ક કર્યો. ત્યાંથી સંતોષજનક જવાબ મળ્યો નહીં બાદમાં જામનગર કોર્પોરેશનની ફૂડ શાખાનો સંપર્ક કર્યો અને બાલાજી વેફરના પેકેટ સીલ કરવામાં આવ્યા..


નાના બાળકોથી લઈ મોટા લોકો ખાય છે વેફર 

ફૂડ વિભાગ દ્વારા વેફર અને વિવિધ નમુના લેબમાં મોકલી આપવામાં આવ્યા હતા. બાલાજીની cruenchex વેફર એક ખુબ જ પ્રખ્યાત પ્રોડક્ટ છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો બધા બાલાજીની અલગ અલગ પ્રોડક્ટ ખરીદતા હોય છે તેમાં આવી બેદરકારી ચલાવી લેવાય નહીં. આ મુદ્દે જામનગર નગરપાલિકા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. 

 

તમારૂં શું માનવું છે આ મામલે?  

જ્યારે પત્રકારો દ્વારા ગ્રાહક સાથે વાત કરવામાં આવી ત્યારે તેમણે કહ્યું કે આ ખુબ જ આઘાતજનક બાબત હતી. આ પ્રકારની પ્રોડક્ટના કારણે મારી લાગણી દુભાણી છે. આ ઉપરાંત કસ્ટમરકેર સેન્ટરમાં ફોન કર્યો છતા પણ કોઇ સંતોષજનક જવાબ મળ્યો નહોતો. જેથી હવે હું આ સમગ્ર મામલાને લઇને ગ્રાહક સુરક્ષામાં જઇશ. બાલાજીના એજન્સીનો સંપર્ક કરતા તેમણે જવાબ આપ્યો કે, આટલું મોટુ પ્રોડક્શન થતું હોય તેમાં એકાદી વસ્તુ રહી જાય. દેકડો નિકળ્યો છે તે પેકેટ ફેંકી દો અને બીજુ પેકેટ લઇ લો. તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો



21 ફેબ્રુઆરી એટલે વિશ્વ માતૃભાષા દિવસ...આ દિવસે કવિઓ અને લેખકો પોતાનો ભાષા પ્રત્યેનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરવા વિશિષ્ઠ પ્રકારના આયોજન કરતા હોય છે, સર્વે સાથે મળીને ભૂતકાળમાં થઈ ગયેલા મહાન સાહિત્યકારો, લેખકો અને કવિઓને તથા તેમની રચનાઓને યાદ કરતા હોય છે.

ભાજપે કુલ 70 બેઠકોમાંથી 48 બેઠક જીતીને 30 વર્ષ બાદ દિલ્લીમાં પોતાની સત્તા સ્થાપી છે. આજ રોજ તા. 20 ફેબ્રુઆરીએ દિલ્લીનાં નવા મુખ્યમંત્રી રેખાબેન ગુપ્તાની શપથ વિધી થશે.

અમેરિકાએ 2025ની શરુઆત જ ત્યાં ગેરકાયદેસર વસતા લોકોને દેશમાંથી હાંકી કાઢવાથી કરી. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે કે કેવી રીતે ગેરકાયદેસર પ્રવાસીઓને પાછા મોકલાઈ રહ્યા છે. નાગરિકોએ પોતાની આપવીતી જણાવી કે કેટલા અડધૂત કરીને તેમને પાછા મોકલયા છે.

નગરપાલિકાની 1844 બેઠકો પૈકી 167 બેઠકો બિનહરીફ હતી અને બાકીની 1677 બેઠક પર મતદાન થયુ હતુ. 167 બિનહરીફ બેઠકોમાંથી 162 પર ભાજપ, 1 પર કોંગ્રેસ છે અને 4 બેઠક અન્યનાં ખાતે છે