Jamnagar : જામસાહેબે પરષોત્તમ રૂપાલા વિવાદમાં સતત બીજા દિવસે લખ્યો પત્ર, ભાજપને બતાવ્યો સમાધાનનો રસ્તો?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-10 15:19:24

પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે ચાલી રહેલો વિવાદ આપણે સૌ જાણીએ છીએ. ક્ષત્રિય સમાજને લઈ આપેલા નિવેદન બાદ પરષોત્તમ રૂપાલાની ટિકીટ રદ્દ કરવામાં આવે તેવી માગ ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. આ વિવાદને શાંત કરવા માટે અનેક પ્રયાસો કરવામાં આવ્યા પરંતુ વિવાદ હજી સુધી શાંત નથી થયો. અલગ અલગ રાજવી પરિવારની આ મામલે પ્રતિક્રિયા સામે આવી. ગઈકાલે જામનગરના જામસાહેબનો એક પરિપત્ર આવ્યો હતો જેમાં તેમણે જૌહરને લઈ વાત કરી હતી... ત્યારે આજે બીજો એક પત્ર જામસાહેબ દ્વારા જારી કરવામાં આવ્યો છે. 

ફરી એક વખત જામસાહેબે લખ્યો પત્ર 

ગઈકાલે જામનગરના જામસાહેબનો એક પત્ર આવ્યો જેમાં કહ્યું, જેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે લોકશાહીના સમયમાં ગેરવ્યાજબી નહીં પરંતુ એકતા બતાવી વિરોધ કરવામાં આવે. રાજપુતોએ માત્ર હિંમત નહીં પરંતુ એકતા દાખવી બતાવી દેવાનું છે કે રાજપૂતો હજુ ભારતમાં જ છે. રાજપુતો ભેગા મળી અને પરસોત્તમ રૂપાલાને ચૂંટણી હરાવો. બહેનોએ હિંમત દર્શાવી એ ધન્યવાદને પાત્ર, પરંતુ હાલના સમયમાં "જોહર"નો પ્રશ્ન તેમની સામે જામસાહેબે ટીકા કરી છે. ત્યાર પછી આજે ફરી એક નવો પત્ર આવ્યો છે... જેમાં તેઓ સમાધાનની વધુ એક ફોર્મ્યુલા ભાજપને ઓફર કરી રહ્યાં છે જો ભાજપ સ્વીકારે તો... 


પત્રમાં શેનો કરવામાં આવ્યો ઉલ્લેખ? 

ત્યારે આજે જે પત્ર સામે આવ્યો છે તેમાં તેમણે લખ્યું છે કે, ગઇકાલે મારા પત્રો સાર્વજનિક થયા પછી સમાજના ઘણા આગેવાનો, ઘણા ધર્મગુરુઓ અને અન્ય આગેવાનો સાથે વાત થઇ.મારા ધ્યાન પર આવ્યું પરશોત્તમ રુપાલાએ પહેલા 2 વાર માફી માગી લીધી છે પણ આટલું પુરતું નથી. નિવેદનની જગ્યાએ સમાજના પ્રમુખ આગેવાનો અને ધર્મગુરુઓની સામે માફી માંગવી જોઇએ. ફરી એક વાર રુપાલા આ પ્રમાણે માફી માગે તો ક્ષમા વિરસ્ય ભુષણમના આપણા ધર્મને યાદ કરી માફી આપવી જોઇએ.પત્રમાં તેમણે આગળ જણાવ્યું છે કે આ ચૂંટણી નરેન્દ્ર મોદીજીને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાની ચૂંટણી છે. આપણા ગુજરાતના નરેન્દ્ર મોદીજી દેશને ખબુ જ આગળ વધાર્યો છે. દેશને સમૃદ્ધ અને સુરક્ષીત કર્યો છે. આપણા ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું વિશ્વમાં માન વધાર્યું છે. આ ધ્યાને લઇ આપણે આગળ વધવું જોઇએ... આ વાત જામસાહેબે પત્રમાં લખી છે..



આ વિવાદમાં સમાધાન શક્ય છે જો... 

આ ઉપરાંત આજે રૂપાલા અને ક્ષત્રિય સમાજ વિવાદ મામલે આજે ક્ષત્રિય સમાજની અમદાવાદ રાજપૂત ભવન ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં રમજુભા જાડેજા , તૃપ્તિબા રાઓલ, અનિરુદ્ધ સિંહ જાડેજા સહિતના આગેવાનોએ પત્રકાર પરિષદમાં કહ્યું કે, પરસોત્તમ રૂપાલા ત્રીજી વાર માફી માંગીને એમના સંસ્કાર બતાવે તો અને સમિતિ નક્કી કરીશું.. એટલે ભાજપ પાસે હજુ એક તક છે કે જો રુપાલા સમાજના આગેવાનો અને સંતો-મહંતોની હાજરીમાં દિલથી માફી માંગે તો સમાધાન શક્ય છે....




ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ, મહેસાણા પોલીસની હદમાંથી ઝડપાયો

એકબાજુ ગુજરાતમાં નાનામાં નાનું ટેન્ડર પણ eProcurement સિસ્ટમથી ઓનલાઈન ભરાય પણ AMC હેઠળ શહેરની સિસ્ટમ ડિજીટલ કરવા માટેના ટેન્ડરો લટકી ગયા, RTIમાં શું ખુલાસો થયો?

રાજ્યમાં ન્યાયની ઝંખના ધરાવતા લોકોને હજુ થોડા લાંબો સમય રાહ જોવી પડશે. કેમ કે ગુજરાત હાઈકોર્ટમાં અને ગુજરાતની અન્ય અદાલતોમાં લાખોની સંખ્યામાં કેસ પડતર છે. એટલે કહી શકાય ન્યાય અભી કતારમે હૈ. ગુજરાત હાઈકોર્ટમાં જ હાલ 1,70,963 જેટલા કેસ પડતર છે, જ્યારે રાજ્યની જિલ્લા તથા નીચલી અદાલતોમાં 16,90,643 કેસ પડતર છે.

ગીરમાં ઈકો સેન્સિટીવ ઝોનનું ભવિષ્ય સરકારના એક નિર્ણય પર નક્કી થઈ જશે, સોલાર પાર્કની પરવાનગી માટે ચાલી રહેલી ફાઈલનો નિર્ણય એ જ સરકારની મરજી?